________________
પ્રવચન ૧૨૧ મું
[ ૨૭૯
પર પ્રીતિ ન હોય, ધર્મ શબ્દ ઉપર માત્ર પ્રીતિ હેય તે ધર્મ શદ ઉપર ધારણ કરેલી પ્રીતિ કંઈ પણ કાર્ય કરવાની કે નહિં? સામાન્યથી ઘર્મ પદાર્થ ઉપર પ્રીતિ હોય તે જરૂરી કાર્ય થવાનું. એટલે સમ્યકત્વ તરફ ચાલ્યા પણ ધર્મ શબ્દ ઉપર પ્રીતિ કયું કામ કરે ? ધર્મ પદાર્થ પર પ્રીતિ હોય, પોતે અધમે ચાલતો હોય તે ધર્મની જીજ્ઞાસા હેવાથી સાચો ધર્મ સમજાય તો તરત પકડી લે. આથી જ આગળના કાળમાં અથવા આજે વરસો સુધી મિથ્યાત્વી રહેલા પણ ધમ પદાર્થની પ્રીતિ હોવાથી સત્ય પદાર્થ દેખે ત્યાં તરત ઢળી જાય.
ગૌતમે પ્રતિજ્ઞા આદિ કેવી રીતે છેડ્યા હશે?
ગૌતમ ૫૦ વરસ સુધી મિથ્યાત્વમાં રાચ્યા-માચ્યા, પણ ભગવાન વીતરાગને દેખ્યા, વચન સાંભર્યું ને સાચો ધર્મ માલમ પડ્યો એટલે પોતાનું જૂ ડું માલમ પડયું. સાચું માલુમ પડ્યા પછી અંગીકાર કરતાં કેટલીવાર લાગી ? કારણ ધર્મ પદાર્થની પ્રીતિ હતી ને હોવાથી અજ્ઞાનતાથી અધર્મને ધર્મ માનતા હતા. પણ અધર્મને અધર્મ સમજી ચૂક્યા ત્યારે સાચો ધર્મ લેતા વાર લાગી નહિં. તેમાં નડયું બ્રાહ્મણપણું, સર્વજ્ઞપણાનું અભિમાન અને ન નડયું પ્રતિકૂળપણું. બ્રાહ્મણોની અપેક્ષાએ વિચારીએ વનાં ઝાળ ગુફા બધા વર્ગોને ગુરૂ બ્રાહ્મણ, બ્રાહ્મણપણું -ધરનારાને ક્ષત્રીયના શિષ્ય થવું પડયું હશે તે કેમ બન્યું હશે? એક રબારી કે ભરવાડ એવાએ દીક્ષા લીધી હોય એવામાં બ્રાહ્મણને (જૈનમાં વર્ણ પરત્વે તેવું જોર નથી.) રબારી પાસે કે ભરવાડ પાસે શિષ્યપણું ધારણ કરવું પડે તે કેટલું મુશ્કેલ પડે? મહાવીર રાજપુત્ર ક્ષત્રીય તેમના શિષ્ય થવું, તે વખત બ્રાહ્મણપણું કેવું નડે ? તેમાં સર્વજ્ઞ ક્ષત્રીયપણું તેમાં પણ વાદ વિવાદ કરવા આવેલા આજે હા-નામાં મોટું રૂપ પકડે છે. ઊંડાણમાં ઉતરો તે હા-નાનું વેર. બન્ને દીક્ષા સિવાય મોક્ષ કદી નથી એમ કબૂલ કરે છે. દીક્ષા ભવથી પાર ઉતારનારી, દીક્ષામાં આડા આવવું એ ભવોભવ જૈન ધર્મને નહિં પામવા જેવું થવાનું. આ સમ-જવા છતાં પણ પકડીને હવે છોડાય કેમ? તમારા જૈનોમાં પણ જ્યારે પકડીએ, જૂઠી માલમ પડી છતાં છેડી શકતા નથી, તો ગૌતમસ્વામી કેવી રીતે બ્રાહ્મણપણું વિગેરે છોડી શક્યા હશે ? પેલાને આખું છોડવું