________________
પ્રવચન ૧૨૦ મું
| ૨૭૧
વિજોગ થયે તે સકરણવીર્ય નાશ પામ્યો, પણ આત્માના જ્ઞાન-દર્શનચારિત્ર નાશ પામતા નથી. આથી દાન, શીલ, તપ, ભાવ ઉત્પન્ન થાય તે સેનાના પાતળાપણુ જેવી અગ્નિના સંજોગ સુધી જ ટકે, તેવી રીતે આત્મામાં સકરણવીર્ય આ શરીરના સંજોગે થએલું હોય છે. તે શરીર છૂટે એટલે તે પણ બંધ થઈ જાય. દાનાદિકની પ્રવૃત્તિ સકરણવીર્ય રૂપ હોવાથી શરીર છૂટવાની સાથે બંધ થઈ જાય પણ નિર્મળતા કરેલી છે તે અવિન ઓલાવાથી બંધ નથી થતી. તેવી રીતે દાન, શીલ, તપ, ભાવ અથવા સમ્યગ દર્શનાદિની ક્રિયાથી થએલા ગુણે નાશ પામતા નથી. શરીરના સંજોગે જ્ઞાનાદિકની ઉત્પત્તિ થાય છે, પણ શરીરના વિજોગે જ્ઞાનાદિને નાશ થતો નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ, ફક્ત આવરણ કર્મોને લીધે જ્ઞાન રોકાએલું. બીજી ધાતુ ખસી જાય એટલે ૧૦૦ ટચનું સોનું પ્રગટ થયું. બીજી ધાતુનું ખસવું અગ્નિ સિવાય બને નહીં. તૂટેલા હોકાયંત્રવાળી સ્ટીમર સરખો સમ્યકત્વ વગરને આત્મા
આત્મા કેવળજ્ઞાન-દર્શન સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, અનંત સુખવીર્ય સ્વરૂપ, સમ્યકત્વ થાય ત્યારે જ મોક્ષનું બી વવાય છે. મોક્ષના બીજની વાત કરે છે પણ સમ્યકત્વ થયા પછી સત્તરે પાપથાનકમાં પ્રવતેલે હોય ત્યાં મોક્ષનું બીજ શી રીતે ? અઢારમું પાપસ્થાનક જાય એટલે મોક્ષનું બી વવાયું. અઢારમું ન ગયું હોય ને સત્તર ગયા હોય તે મોક્ષનું બી વવાતું નથી. સમ્યકત્વમાં એકડો પડી ગયો. ઘરની છાશ મીઠી કહી ગાયા કરો, તમારું સમ્યકત્વ ન માન્યું પછી ચાહે તેટલું સારું કર્યું છતાં એકડો નહિં, આ તે પક્ષપાત સિવાય બીજું લાગતું નથી. આત્માનું સ્વરૂપ કયા પાપસ્થાનક છેડવાથી ભાસે છે તે વિચાર્યું ? હીંસા, જુઠ ચેરી, સ્ત્રીગમન, પરિગ્રહાદિ એ સત્તર છોડે તેમાં આત્માનું સ્વરૂપ કયામાં ભાસે છે ? સત્તર પાપસ્થાનક છેડયા છતાં અઢારમું છુટયું ન હોય તે આત્માનું સ્વરૂપ ભાસતું નથી. જે તે નથી ભાસતું તે કયે રસ્તે ચાલ વાને ? હોકાયંત્ર તૂટી ગયું હોય એવી સ્ટીમરના પંખા, વાવટો, ગેલેરી કેબીન બરોબર હોય, હોકાયંત્ર એની દિશા દેખાડે છે. કયાં જવું છે ને કયાં આવ્યો ? કેટલું ભૂલ્યા ? પોતાના વર્તનનું અનુકૂળ-પ્રતિકૂળ બતાવનાર હોકાયંત્ર, તેની સોય તૂટી જાય તો સ્ટીમર અથડાયા