________________
૨૬૬ ]
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
શું? સૂર્યનું કામ અજવાળું કરવું, પણ તેમાં ઘુવડો આંધળા થાય, તેમ સત્યનું પ્રતિપાદન અસત્યવાળાને દ્વેષ થાય. તેમની દરકાર રખાય જ નહિ. અગ્નિને હવાની જરૂર તેમ શોપશમ સમ્યકત્વમાં બાહ્ય
દેવ-ગુરૂ-ધર્મના આલંબનની જરૂર. ખંડન મંડનમાં માનવા, નહીં માનવામાં સમ્યક્ત્વ ગણે તે આત્માને ગુણ કયાં રહ્યો? દેવ બહારની ચીજ, ગુરુ, ધર્મક્રિયા આચ રણે બધી બહારની ચીજ. અગ્નિ સળગે છે એ અગ્નિને સ્વભાવ છે, પણ જોડે હવા સહકારી કારણું જોઈએ. મણને ઉદ્યોત હોય તેમાં હવાની જરૂર નથી. મણિને પ્રકાશમાં હવાની જરૂર નથી, પણ અગ્નિને પ્રકાશ છે ત્યાં સુધી હવાની જરૂર છે, તેવી રીતે સમ્યગદર્શન આત્માની માલિકીનું કે કબજાનું પણ તેનું ટકવું, વધવું, પરમ કાષ્ટાએ પહોંચવું તે શદ્ધ દેવાદરૂપી હવા તે ઉપર જ આધાર રાખે છે. હવા ખસી જાય તો અગ્નિનું શું થાય? ઓલવાઈ જાય. અગ્નિમાં પિતાના સ્વભાવની ઉષ્ણતા કબજાની, પણ ટકવાની વધવાની હવાના આધારે. તેવી રીતે કર્મ ક્ષપશમથી સમ્યકત્વ ઉત્પન્ન થવાનું, ક્ષાયિક પામ્યા નથી, મોક્ષ પામ્યા નથી, ત્યાં સુધી બાહ્ય દેવ, ગુરુ, ધર્મ એ દ્વારા એ જ સમ્યગુ દર્શન ટકાવવાનું છે. આથી સમ્યગુદર્શન આત્માની ચીજ નહિંતર મેક્ષમાં ટકી શકે નહિં. મણિનું તેજ હવા પર આધાર રાખતું નથી. તેવી રીતે ક્ષાયિક ભાવે થએલું કેવળ તે કશાને આધાર રાખતું નથી. ક્ષાયિક ભાવે કેવળજ્ઞાન થયા પછી બાહા દેવાદિકની દરકાર રહેતી નથી. તેની ખાતર મેક્ષે ગએલાને અહીં ચાહે જેવું દેવ, ગુરુ, ધર્મની ઉથલપાથલ થાય તે અહીં આવવું પડતું નથી, પણ જેમ અગ્નિ વાયરાની દરકાર વગર ન રહે, મણ વાયરાની દરકાર ન રાખે, એ દેખી અગ્નિ વાયરાની દરકાર વગરને થાય તે શું થાય? સિદ્ધ કેવળજ્ઞાની બાહ્ય દેવાદિકની દરકાર ન કરે એ દેખી આપણે દેવાદિની ઉન્નતિ અવનતિ રોકવાને પ્રયત્ન ન કરીએ તો પવન વગરના અગ્નિ સરખી આપણી દશા થાય. સમ્યગદર્શન ગુણ આત્માને છે, એને કઈ લઈ જવાને નથી. ચાહે ભગવાનને સારા-ખરાબ કહો, ગુરૂ-ધર્મ સારા ક-ખરાબ કહે, ચાહે તે થાય તેમાં આત્માને કંઈ સંબંધ નથી, નથી તેને ઉન્નતિમાં