________________
૨૬૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
-
-
રાખે છે. તેને સદુપયોગ કરનારાએ કેવી રીતે વર્તવું જોઈએ. માટે એ ધર્મની કિંમત સમજવાની જરૂર છે. તે લૌકિક અને લોકોત્તર બે દષ્ટિએ કિંમત છે. એ સમજે તે જ પેલા શ્રાવકે પિતાને અધમ કેમ ગણવે છે તે સમજાશે અને સાગાર ધર્મને અંગે ચાતુર્માસિક કૃત્ય કહ્યું છે તે અધિકાર અગ્રે વર્તમાન.
સિદ્ધચકની ઓળીને વ્યાખ્યાને પ. પૂ. સાગરાનંદસૂરિએ લાલા આગના બદલે ગોડીજી પાયધુનીના ઉપાશ્રયે આપ્યા હતા અને તે વ્યાખ્યાને સિદ્ધચકના પ્રથમ વર્ષમાં છપાઈ ગયા છે.– હેમસાગરસૂરિ.
પ્રવચન ૧૨૦ મું. સંવત ૧૯૮૮ આસો વદી ૧ શનિવાર લાલબાગ, મુંબઈ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતા સૂચવી ગયા કે જે વસ્તુ પિતાની માલિકીની-કબજાની હોય છતાં તેને સદુપયેગાદિ ક્યા પરિણામને નિપજાવે છે, તે ખબર ન હોય તેને તેને વહીવટ કરવાનો હકક મળતો નથી. આત્માને ધર્મ આત્માના સ્વસ્વરૂપે છે, તેથી મોક્ષે જાય ત્યાં ક્ષાયિક દર્શનાદિ સર્વ કાળ માટે રહે છે. જે ધર્મ થી જ આત્માની ન હતું તે જ્યાં બાહ્ય સાધન કેઈ નથી, નથી શરીર, મન, વચન કે બાહ્ય પદાર્થ નથી, તેવી અવસ્થામાં સમ્યગદર્શન, જ્ઞાન, વીતરાગપણું ટકી શક્તા નહીં. સંગથી થવાવાળી ચીજ સંગ મટ્યા પછી ટકી શકતી નથી. જે આ આત્મામાં સમ્યગદર્શનાદિ બહારને હવે તે સિદ્ધપણામાં ટકી શકત નહિં. કેવળજ્ઞાન ક્ષાયિક દર્શનની ઉત્પત્તિ-વીતરાગતાની ઉત્પત્તિ સંગને લીધે જ થએલી છે. ક્ષાયિક સમ્યફ મનુષ્યને થાય, ક્ષાયિક જ્ઞાન, ચારિત્ર તે પણ મનુષ્યને થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માને ગુણ છતાં પ્રગટ શરીરના સંજોગે જ થાય છે. ત્રસ પંચંદ્રિયપણું મનુષ્યગતિ મળી હોય યાવત્ વાત્રકષભનારાચ સંઘયણ મળ્યું હિય તે ક્ષાયિક સમ્યવાદિ મળી શકે.