________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૫
ઠગારો કહેવાય, પણ પક્ષપાતથી વીર તરફ રાગ કરે છે તેમ નથી. નાઈ ! વાળ કેટલા? આગળ પડે એટલા.” અહીં શ્રોતાને કહે છે કે, તમે પણ પક્ષપાત અને દ્વેષ છોડો અને તમારે એ જ કરવું જોઈએ કે જેનું વચન યુક્તિવાળું હોય તે જ તમારે કરવું જોઈએ. તેમને પક્ષ અંગીકાર કરે. જે પક્ષપાતની દષ્ટિ, દ્વેષની દષ્ટિ ઉભી થઈ હતી તે ખસેડી. વિચાર કરવાનું સ્થાન આપ્યું. મધ્યસ્થ લવાદ લવાદનામા પર શંકા કરે તે તું જ આ પુરાવા દસ્તાવેજ છે અને તું શું ચુકાદો આપે? તેવી રીતે મહાવીર મહારાજને મેં ચુકાદો આપ્યો છે. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ પ્રરૂપનાર મહાવીર. અમારે ચુકાદે વીરના પક્ષપાતને લીધે નથી. જેનું વચન યુક્તિવાળું માલુમ પડે તેવું કરવા લાયક છે. હરિ ભદ્રસૂરિજી પહેલાં સિદ્ધસેન દિવાકરજીએ ચોકખું કહ્યું છે કે, હે ભગવાન ! એકલી તમારી શ્રદ્ધા ચૅટી છે અને પક્ષપાત કરું છું તેમ નથી. સાંખ્યાદિકને વિષે મારી અરૂચિ કબૂલ કરું છું, તે શ્રદ્ધા કે દ્વેષ માત્રથી નહિં. સાચેસાચી દેવપણાની શ્રદ્ધા (પરીક્ષા) સત્ય વક્તા તરીકે પક્ષપાત કરીએ તે પ્રભુપણે તમને જ આશ્રીને બેઠા છીએ. અહીં પિતા માટે નથી, અહીં શ્રોતાની વિચારશ્રેણિની આગળ આવેલા બે ખડક ખસેડે છે, પણ બે વચને જેજે, યુક્તિવાળું લાગે તેને પરિગ્રહ કરજે, શ્રોતા માટે આ કહેલું જ છે. બીજાને કાર્ય કહી જણાવે છે. સૂર્યોદયથી ઘુવડે આંધળા થાય તેમ સત્ય પ્રતિપાદનથી
અસત્યવાળાને દ્વેષ થાય. જિનેશ્વરદેવમાં જે રાગ ધરીએ છીએ-ભક્તિ આરાધન કરીએ છીએ અને તેમની વિરુદ્ધ બેલનારા અવર્ણવાદ બોલનારાનું હતપ્રતિહત ખંડન કરીએ છીએ, તે દેવ પર પક્ષપાત છે તેમ નથી. તેમના સ્વીકા૨માં રહેવું દષ્ટિ રાગથી નથી. તમે આત્માનું સ્વરૂપ સમ્યગદર્શન કહે તે કુદેવ માટે આટલું સુદેવ માટે આટલું કરે તે બાહ્ય થયું કે અત્યંતર ? અપેક્ષીત સત્ય હોય તે દ્વેષને સ્થાન નથી, અનપેક્ષીત સત્ય સત્યની અપેક્ષાને છોડીને નયાભાસમાંથી તેની ઉત્પત્તિ છે. તેમની નયમાંથી ઉત્પત્તિ નથી. બાહા પદાર્થોના મંડનમાં આટલા મજબૂત રહીએ તેમાં સમ્યક્ત્વ ચરિતાર્થ ગણીઓ ને બાહ્ય ખંડનમાં ચરિતાર્થ ગણીએ તે ૩૪