________________
પ્રવચન ૧૧ મું
[ ૨૫૩
-
-
-
કયું લેવું? તમે ઉપર ટપકે તપાસો તો આમ લાગે તે આશ્ચર્ય નથી. પણ જિનેશ્વરની હયાતીમાં પણ જિનેશ્વર કહે જ નહિ. પ્રત્યક્ષ પદાર્થ હેય ત્યાં ના કબૂલ કરનારા હોય તેવા ઉપર પણ શાસ્ત્રકારથી આક્ષેપ કરાયું નથી તે તું ઉપર ચેટીયા નજરથી દેખે અને સુંદર રૂપે જણવેલી સમ્યક્ત્વની વાતને ન સમજે અને આગ્રહ કહે તેમાં અમારે નારાજ થવાનું નથી. ઉખરભૂમિમાં વરસાદ પડવા માફક સમ્યક્ત્વ વગરના
જીવાની જ્ઞાનાદિક કરણી નિરર્થક થાય. જેમ દાકટર સામાન્ય તાવ અને ઝાડાવાળ દરદી આવ્યું હોય તો કંપાઉન્ડરને કદાચ સેંપી દે, પણ ભયંકર દરદવાળે આવે તે દાકટરે પિતાને જ બેસવું પડે. જે માર્ગે સામાન્ય આવેલા હોય તેવાને મોડું સમાધાન કરાય, બીજાને સોંપી દેવાય, પણ સમ્યકત્વ મિથ્યાત્વવાળાના આગ્રહવાળાને મોટાએ જવાબ દેવાની પહેલી જરૂર છે. સમ્યકત્વ થવાથી એકડો કેમ કહ્યો? મિથ્યાત્વ હોય ચાહે જેવી ક્રિયા કરતે હોય તેને એક ડો કેમ ન કહ્યો તેને ખુલાસે અહીં થશે. ઉખર જમીનમાં ૧૦૦ ઇંચ વરસાદ વરસે તેમાં ઘાસના ઠુંઠા થાય અને રસાળ જમીનમાં ૧૦-૧૫ ઇંચ વરસાદ વરસે તે લીલા લહેર થઈ જાય તે તારી અપેક્ષાએ આ આગ્રહ ગણને? આ વાતમાં જમીનને પક્ષપાત ગણોને? મહાનુભાવ! જે જમીન રસાળ નથી, તેમાં વસેલું બધું પાણી નકામું જાય છે. વળી રસાળ જમીનમાં પણ ખેડૂતની માલિકીવાળી જમીન એટલે ખેતી થવા લાયકની હોય છે. તેમાં ૧૦-૧૫ ઈંચ વરસાદ વરસે તો આખું ખેતર ધાન્યથી ભરાઈ જાય અને પડતર જમીન હેય તે તેમાં વરસેલો વરસાદ કંઈ પણ નથી કરતો, ફક્ત ઘાસ ઉગાડે એટલું જ. આ નકામું અથવા આગ્રહ કહેવો ને? આ ત્રણે વાત પક્ષપાતની આગ્રહી ગણવીને? લાયક જમીન, લાયક બી વવાયું હોય તો થોડા વરસાદે કામ થાય તેમાં પક્ષપાત કહેવાય નહીં. નાલાયક-ઉખર જમીન હોય તે તેમાં ૧૨૫ ઇંચ વરસાદ વરસે અને તણખલું પણ ન થાય તેમાં દ્વિષ કહેવાય નહિ. આ ત્રણે વાત વિચારે. મૂળ વસ્તુમાં ઘુચાવ નહીં માટે આ દાખલો આપ્યો છે. આ દષ્ટાંત અહીં લાવે, કઈ રીતે?