________________
પ્રવચન ૧૧૮ મું.
[ ૨૫૯
શિક્ષા યાદ કરે છે. તેને લીધે શિક્ષામાં વધારો કરે છે, તે સાત વરસના ગુનાને અગે ડામીસ માનીએ છીએ. તે જેઓ શું સમજે કહેનારા, તેમણે ધારાસભામાં જવું ને કહેવું કે સાત વરસે શું સમજે કે ગુનેગાર ઠરાવે છે? એ શું સમજે તે તે તમારાથી બોલાય તેમ નથી, નહીંતર તે કાયદો રદ કરાવે ને અઢાર વરસનો કરાવે.
પ્રશ્ન–અનાદિકાળની વાસનાને લીધે તે ગુને કરે છે?
ઉત્તર–ધર્મને આ જીવ વાસ્તવિક રીતે લેવાને તૈયાર નથી, તેવામાં સમજણ કયાંથી આવે ? અનાદિકાળથી પાપના ને હિંસાના સંસ્કાર હોવાથી તેમાં સમજણ આવવી સહેલી છે, પણ ધર્મમાં સમજણ આવવી મુકેલ છે. આ ઉપર વિચારીએ. જીવ પોતાના કર્મ ભોગવવા માટે કયારથી જવાબદાર છે? સારાં કે નરસાં કૃત્ય કરવાની તાકાત જમ્યા પછી બે ત્રણ વરસ પછી આવે. સમજણ કે અણસમજમાં કૃત્ય કરવાની તાકાત બે ત્રણ વરસ પછી આવે છે, પણ કમ ભોગવવાનું ને બાંધવાનું ગર્ભની શરૂઆતથી થાય છે. પુણ્ય-પાપને હલ્લો ગર્ભની શરૂઆતથી છે, તો તેથી બચવાનું સાધન અણસમજથી મળે તે પણ તેણે અખત્યાર કરવું જ જોઈએ. પિતાની સમજણથી કે બીજાની અણસમજથી હલ્લામાંથી નીકળવા માટે ઉદ્યમ કરે તે તેણે અયોગ્ય કર્યું એમ કહી શકીશું નહિં.
સમજણમાં આસ્તિકતા હોય તે માનવા કરતાં જેને એવું માન નારા છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માને ગુણ જન્મથી સાથે જ હોય છે. કર્મના જોરે બહારથી આવેલે વિકાર અનાદિને છે. તેમાં પ્રવર્તી કરવામાં સમજણ આવે તે જીવન ખુદ સ્વભાવ તે સંજોગ છતાં ન મલે તે કેમ મનાય? દીવાસળી આટલી નાની હોય અને ઘસાયા સાથે અજવાળું કરે અને પાટડાને ઘસે તો અજવાળું ન થાય તેથી પાટડો ઘસતાં અજવાળું ન થાય તે હરેખડું ઘસતાં અજવાળું શી રીતે થાય? એ ગંધકવાળું સળેખડું સળગે એ એને સ્વભાવ છે. જેમને પૂર્વભવના સંસ્કાર હોય તેમને બચપણમાં સાધન મળે તે સંસ્કાર થાય. પૂર્વભવને સંસ્કાર ન હોય તેમને સીત્તેર વરસ થયા હોય તે પણ કઈ ન થાય. તમારા ઘેર સાત વરસના છોકરા ડુંગળી ખાય તે