________________
૨૪૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
વરસે પજુસણમાં સાંભળો છે કે મહિના મહિનાના ઉપવાસ કરનાર, જેણે શરીરની દરકાર રાખી નથી, ફક્ત એક મહાવીર ભગવાનના વચન ઉપર આખી દુનીયા ત્યાગ કરી છે. ઋદ્ધિ, કુટુંબાદિક છેડી ત્યાગી થયો છે. એ મહાપુરુષ બીજે ભવે કઈ દિશામાં આવે છે? સાપ થયે, તીર્થકરને દષ્ટિ જવાળાએ બાળી નાખવા તૈયાર થયે, તેમાં ન બળ્યા તેથી ડંખીને મારવા તૈયાર થયે. જે મહાત્માના વચન ઉપર આખી દુનીયાને લાત મારી હતી, તે મહાપુરુષ અત્યારે કેમ ન મર્યો તે વિચારે છે. આ પલટાનું કારણ કયું? કયાં સુધી વિચાર આવે છે? તેની જડ કઈ? કે. શિષ્ય પર ધ ન થયું હતું તે મરીને સર્પ થવાને વખત ના આવત અને ઉપગારી એવા આ મહાપુરુષને મારવાને વખત આવત નહિં, કૈધની આ સ્થિતિ અજાણી નથી, પણ એ બધી સમજણ ને વિવેક કયાં સુધી? જ્યાં સુધી કે નજર આગળ ન આવે ત્યાં સુધી. કેધ આવે એટલે બધું ભૂલી જવાય છે. બાઈઓના મેંઢા વાળવા જેવું જ છે. કારણ કે એક બાઈ રાંડે ત્યારે બીજી શિખામણ દે કે, સંસાર એ જ છે વિગેરે, પણ પિતાને ત્યાં પ્રસંગ આવે તે કેણે યાદ કર્યું કે, સંસાર આવે છે. અમર પટ્ટો લખાવી લાવ્યા નથી. એ તે બાઈઓને બોલવાનું છે. આત્મામાં ઉતારવાનું નહીં, પણ બાઈ તેટલી સારી કે, બીજાને શાંત કરવા માટે બોલે છે. આપણે “ધે કેડ પૂરવતણું સંજમ ફળ જાય” એ બેલીએ છીએ તે બીજાને હલકે પાડવા માટે બોલીએ છીએ. જ્યાં જ્ઞાન, તપ અને ચારિત્ર. આવું બીજાને ડીગ્રીમાંથી ઉતારો હોય ત્યારે આપણે તેને ઉપયોગ કરીએ છીએ. બીજાને બગાડવા માટે બોલીએ છીએ. બૈરાના બેલની બોર જેટલી કિંમત ગણી, તે પછી આપણા બેલની કિંમત કેટલી? સભામાંથી ઉત્તર મળે કે-“બેરના ઠળીયા જેટલી.”
આગમ આરિસે આજકાલ શાસન પ્રેમી અને સુધારકોમાં ફેર કેટલે? શાસનના પ્રેમીની દ્રષ્ટિમાં સુધારો કેમ થાય? એ આરંભ પરિગ્રહને વધારવા માગતા નથી, કેમકે સંસારના કારણો ઘટે. વિરેધીએ તે પણ શાસ્ત્રના વાક્ય આગળ કરે છે. આરંભાદિક ઘટાડવા માટે બેલે છે ખરા?