________________
પ્રવચન ૧૧૭ મું.
[ ૨૪૫
- ત્રણ સંજ્ઞાઓ આરંભ પરિગ્રહ જે ભૂતકાળમાં સુખનાં કારણ નથી, તેમ જ વર્તમાન કે ભવિષ્યમાં પણ સુખના કારણ નથી. “બાપાતમામધુરા” વત માનમાં મીઠા લાગનારા, પરિણામે ભલે કટુક, જગતમાં દેખીએ છીએ કે, અક્કલ વગરના છ ભવિષ્યને વિચાર કરનાર ઘણું ઓછા હોય છે. જ્યારે ભવિષ્ય વિચારનારા આ ભવમાં ઓછા તે પરભવના વિચાર કરનારા મળે કયાંથી? વર્તમાનમાં સારું લાગે છે તે તરફ ઝુકી જાય છે. જેમ વર્તમાન જન્મને અંગે ભવિષ્યની દષ્ટિ પહોંચાડવી મુશ્કેલ, તે ભવિષ્યના ભવને અંગે દષ્ટિ પહોંચાડવી એ તદ્દન મુશ્કેલ છે. તેથી શાસ્ત્રકારોએ વિચાર રહિત છનાં વર્ગો પાડ્યા છે. તેમાં જણાવ્યું છે કે, વર્તમાનના વિચાર રહિત, ભવિષ્યના વિચાર રહિત અને આવતા ભવ સંબંધી વિચાર રહિત વર્તમાનનો વિચાર નહીં તેને ભવિષ્યના ભવને વિચાર નહિં. જેને વર્તમાનને વિચાર નથી તેવાને આપણે એકેન્દ્રિય કહીએ છીએ. બેઇંદ્રિયને વર્તમાનના ઈષ્ટ અનિષ્ટને વિચાર છે, ઈષ્ટ તરફ ધસવું, અનિષ્ટથી ખસવું એ એકેન્દ્રિયમાં નથી. જ્યારે વિકલેન્દ્રિયમાં તે છે. મનુ કરતાં પણ જાનવરમાં જબરજસ્ત વર્ત. માન વિષયને વિચારવાની તાકાત છે, જે મનુષ્યમાં નથી. સાકરીયે ચણે કે ગેળ મુઠીમાં રાખે તે આખી સભામાં કોઈને ખબર નહીં પડે કે અંદર સાકરીએ ચણ અથવા ગોળ છે, પણ કીડી કે મંકે - ડીને તમારી મુઠીમાં રાખેલે સાકરીઓ ચણે તમને માલમ નથી, પણ તેને માલમ છે. કુતરાને ચાહે ત્યાં લઈ જાવ પણ આપોઆપ અહીં ચાલ્યો આવે છે. તમે ભૂલા પડો છો; ગંધ જાણવાની તાકાત જેટલી કીડીને તેટલી આપણને નથી. રસ્તો ઓળખવાની તાકાત કુતરા જેટલી આપણુમાં નથી, છતાં એમને વર્તમાન વિષયને વિચાર છે, પણ ભવિષ્યનો વિચાર નથી. આગળ સંજ્ઞી પંચેંદ્રિયમાં આવીએ. ઘોડા, હાથી કે જાનવરો ભૂત અને ભવિષ્યને વિચાર કરે છે. પંખીઓ ગર્ભ રહે ત્યારથી માળા કરે છે, કુતરીઓ પણ ખુણાચરા ખોળી ખાડા કરી રાખે છે. અમસ્થા શેરી વચ્ચે બેસે છે, પણ વીઆવા વખતે ખુણામાં ભરાઈ જાય છે. સંજ્ઞી પંચેંદ્રિય ભવિષ્યને વિચાર કરનારા