________________
૨૪૪ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી એનીજ આ રામાયણ છે. માટે કઈ નહિં. વ્યાજ એમનું, મૂળ એમનું, વેપારમાં વધે તે એમનું. હું તે માત્ર ટ્રસ્ટી. ટ્રસ્ટી તરીકે વહીવટ કરે ને ઘરનું ગુમાવવું, ઘર ન સંભાળે ને ટ્રસ્ટમાં જિંદગી કાઢે તે તેવા ટ્રસ્ટીની વલે શી થાય ? હું કુટુંબ, ભાઈ-ભાંડુને ધનને ટ્રસ્ટી છું. વધારો કે ઘટાડો રહે તે બધું તેમનું, તે શા માટે મારી જિંદગી મારે નકામી કરવી? મારી જિંદગીથી મને કંઈક મલે તે મેળવવું જોઈએ. એ વિચારી પિતે નિકળી ગયા ને સંન્યાસી થયે.
વિષયો ગેળ લપેટેલા ઓળીયા જેવા છે કેઈક વરસે પોતાના ગામ બહાર ધરમશાલામાં આવી સંન્યાસીપણામાં સૂવે છે. રાજાને માલમ પડી કે આવી રીતે ફલાણો દીવાન બહાર નદી પર ધર્મશાલામાં આવે છે, રાજા એકલો ઘોડા પર બેસી ત્યાં આવ્યું. રાજા નજીકમાં આવ્યા છતાં પેલે સંન્યાસી નથી બેઠો થતે, નથી સલામ કરતે. રાજા વિચારે છે કે હું માથા તરફથી આવું છું તેથી તેની દષ્ટિ નથી, માટે માન નથી આપતો. એથી રાજા સન્મુખ આવે છે, છતાં પણ સંન્યાસી ઉભું થતું નથી. એટલે રાજા પોતે તેને પૂછે છે કે આ લાંબી સેડ વાલી કયારથી સુતા છે? જવાબ મળે કે “જબસે સમેચ્યા હાથ” જયાં સુધી અહીંથી લઊં લઊં કરતો હતો ત્યાં સુધી નિશ્ચિત દશા હતી નહિં, પણ મારે દુનીયામાં લેવા લાયક કાંઈ નથી. દુનીયાની ચીજ મારે પિતાને કંઈ પણ કામ લાગવાની નથી. એ બધું મેળવેલું અન્યને કામ લાગવાનું છે, તે શા માટે હાય બળતરા કરૂં. એમ ધારી આ પગ પસાર્યો છે. મમત્વ ભાવને લીધે દરેક જીવ બચપણથી જિંદગીના છેડા સુધી લેવામાં જ રહે છે. નિષ્પરિ ગ્રહપણામાં કયે ફાયદે છે, ઉન્નતિ શું છે? તેને ખ્યાલ આવતે જ નથી. આરંભ પરિગ્રહનો ખ્યાલ ન આવે તે વિષય અને કષાય તેમાં તે ખ્યાલ આવે જ શાનો? આરંભ પરિગ્રહ એ છોકરાનાં લાકડાનાં ચુંગણીયાં છે. મેંથી મીઠા માને છે, પણ તે ચુંબણીયામાં મિઠાશ નથી. તેવી રીતે આરંભ પરિગ્રહ તે સ્વતંત્ર દેખાવથી પણ મિઠાશવાળા નથી. વિષયે તે ગળે વિંટેલા એળીયા જેવા છે. કેમકે ગોળે વિંટેલો એળી ઉપરથી ગળે પણ અંદરથી કડવો ઝેર જેવો.