________________
૨૪૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
કરવાનું ને પ્રતિકુળ છોડવાનું મન થાય છે. અફીણની ટેવ પછી પાંચ પકવાન આપે કે દૂધપાક આપે તે યે કંઈ નહિ, પણ પહેલાં અફીણ જોઈએ, કારણ એ ટેવ પડી છે. તેમ આત્મામાં અધર્મની ટેવ પડી ગએલી છે. અફીણના વ્યસનીને મીઠે રાક મલ્યા હોય છતાં તેનું
ધ્યાન અફીણ તરફ જ જાય છે. તેવી રીતે આરંભ પરિગ્રહ વિષય કષાયની એવી કુટેવ પડી ગઈ છે. અનાદિની કુટેવવાળા આત્મા એ કારણ મલે, કે કાળે વિષયાદિ તરફ આ આત્માને ઢસડ ન હતું, સમજણ હેય કે ન હોય પણ આ ચાર વસ્તુ ગળે વળગેલી જ છે. આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય. છકાયને ઓળખવી, પૃથ્વીકાયાદિકને જીવ તરીકે ઓળખવાં અને દરેકને બચાવ કરે એ બુદ્ધિ એક રૂંવાડામાં ટકતી નથી. આરંભની બુદ્ધિને પાછી હઠાવવી અને બચાવ થવું જોઈએ એ બુદ્ધિ આવવી કેટલી મુશ્કેલી છે ?
બાળકને પણ પરિગ્રહસંજ્ઞા પરિગ્રહમાં નાના બચ્ચાને પણ જુઓ. વરસ, બે વરસ કે અઢી વરસને છેક રૂપીઓ લઈ આવે તે તેને બદલે તમે બીજી ચીજ આપી શકે છે. રૂપીઓ એને કામ લાગવાને નથી. આવી દશામાં પણ જે હાથમાં પકડે તે છોડાવ મુશ્કેલ પડે છે. તે વખતે હાથ માંથી લેવા જાવ તે રૂવે, લાતો મારે અને બચકાં ભરે, પણ જે તેના હાથમાં જ રહેવા દીધું ને કલાક બે કલાક થયાં એટલે નીંદ્રામાં પડ્યો તે પછી કોઈ યે તે એને તેની ખબર નથી. જા એટલે તે ભૂલી ગયે. પહેરેલા દાગીના કાઢી લે તે પણ તેને દરકાર નથી. તેવી રીતે પોતે ઊંઘમાં ઊંઘતે નથી, ત્યાં સુધી હાથમાં આવેલી ચીજને છોડતું નથી. નવું આવેલું જાય અને જુનું પણ જાય. કોઈ લઈ જાય, કેણ ઉપયોગ કરે તેની તેને દરકાર નથી. આપણે બધા ગયા ભવમાં ત્યાગીના દીકરા તો નહતાને? હતા તે સંસારી, ત્યારે નવી મેળવેલી ચીજો સંભાલો છે તેને જુની બાપ દાદાથી મળેલી ચીજ કયાં મેલી? કોણે લીધી, તેને તમને અત્યારે ખ્યાલ છે. છોકરાઈ રમત સિવાય ભવચક્રમાં કંઈ નથી. છોકરે લીધેલી વસ્તુ છોડે નહિં, પણ બે કલાકે ઊંઘ આવી ગયા પછી મેળવેલી કે માબાપે આપેલી ચીજ ઊંઘમાં કોઈ લઈ લે