________________
પ્રવચન ૧૧૭ મું
[ ૨૪૩
તેનું તે છોકરાને ભાન નથી. એવી રીતે રાત દહાડે આ જીવ એક જ કામ કરી રહ્યો છે. રમા રામા સિવાય બીજુ મગજમાં આવતું નથી, તેથી લેઉં લેઉ આ સંસ્કાર રાખી રહ્યો છે. આ બાચકા ભરવાનું છોડ્યું નથી ત્યાં સુધી નિસ્પૃહદશા આવતી નથી.
રાજા અને દિવાન સ્પૃહાની દશા છે ત્યાં સુધી દરેકના મોંઢા સામું તેને જવું પડે છે. એક રાજાને દીવાન હતું. તેને રાજાએ કહ્યું કે રાજ સંબંધી કામ છે માટે રાતે આવજે. રાતે નવ વાગે દીવાન આવ્યું. રાજા-દીવાન અને ધ્યાનમાં બેઠા. અરધો કલાક થયે એટલે દાસીએ આવી જનાનામાં ખાસ કામ હોવાથી બોલાવ્યા. ગયા સિવાય ચાલે તેમ નહોતું તેથી દીવાનને રાજાએ કહ્યું, જરા બેસે, હું આવું છું. રાણી–બાઈઓની ભાંજગડમાં વાત લાંબી ચાલી, એટલામાં રાજાને ઊંઘ આવી ને ત્યાં ને ત્યાંજ ઊંઘી ગયે. તકરાર સંબંધી પછી વાત કરીશું, એમ વિચારી રાણીઓ પોતપોતાને ઠેકાણે ગઈ. દીવાન પણ ત્યાં ઝોકાં ખાતે બેઠો. સવારના પાંચ સાડા પાંચ થયા એટલે રાજા જાગ્યો અને વિચારે છે કે હું દીવાનને બેસાડીને આવ્યો છું, તે મારી ધ્યાનમાં જ ન રહ્યું, જઈને જુએ છે તે તે બેઠેલા જ છે. હજુ સુધી તમે બેસી રહ્યા છે? તમે મને બેસવાનું કહ્યું હતું જેથી બેસી જ રહ્યો છું. પછી જે વાત કરવાની હતી તે પૂરી કરી. દીવાન ઘેર આવ્યા. આ શાને લીધે. હવે દીવાન પિતાના મનમાં વિચાર કરે છે આ રાજા તૃકે તે મારા જીવમાં શુ વધારવાને ને ગુસ્સે થાય તે શું ઘટાડવાને ? મારા જીવમાં વધારવાની કે ઘટાડવાની તેની તાકાત નથી. આત્મામાં વધારે કે ઘટાડે એવું કે જગતમાં છે? ઋદ્ધિ, સમૃદ્ધિ કે કોઈ વસ્તુ વધારે કે ઘટાડે છે? રાજા રીઝે કે ખીજે તે ધનમાં વધારો કે ઘટાડો કરી શકે, કુટુંબીઓ બાહ્ય ચીજોમાં વધારો કે ઘટાડો કરી શકે છે. જે ચીજ હું લઈને આવ્યો નથી ને લઈને જવાનું નથી, તે તેમાં વધારે ઘટાડો કરનાર કોણ છે? શા માટે મારે રાજાની પણ દરકાર કરવી જોઈએ? રાજા અંદર ગયે તે પણ મારે બેસી રહેવું પડયું. આ બધું શાને લીધે? ખાલી હાથ બીજાને ત્યાં મોકલી ભર્યો હાથ લાવ