________________
પ્રવચન ૧૧૪ મું.
[ ૨૦૯
ધનાદિક પામે, પણ તે પામેલું તેના પ્રતાપનું છે. પણ પછી પેલા ઝાડની પેઠે ખરાબ દશામાં આવવાનાં. મૂળ દેખીતું જરૂરી નથી, પણ કાર્ય તપાસીએ તો ખરેખર જરૂરી છે. તેવી રીતે ધર્મ દેખીતે જરૂરી ના જણાય પણ કાર્ય દેખીએ તે પહેલે નંબરે એ જરૂરી છે. તેથી પુન્ય દ્વારાએ પણ ધર્મની કિંમત થશે. હવે પુન્યની નિર્જરા દ્વારા લોકિક લેકોત્તર દષ્ટિએ ધર્મની કેવી રીતે કિંમત થાય છે તે અધિકાર અગ્રે કહેવાશે.
-
-
-
પ્રવચન ૧૧૪ મું ભાદરવા વદિ ૧૪ ગુરૂવાર
શાસ્ત્રકાર મહારાજ ધર્મોપદેશ દેતાં થકાં સૂચવી ગયા કે-ધમની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે, તેમ તેની કિંમત સમજવી તે પણ ઘણું જ મુશ્કેલ છે. આ જીવ અનાદિન રખડે છે. ધાર્યા પૂર્વક નહીં રખડતા હેવાથી પર્વત ઉપરથી ઉતરતી નદીમાં તણાતો પથરે કોઈ વખત ગોળાકાર કે લંબગોળ આકાર ધારણ કરે છે. તેવી રીતે અનાદિથી રખડતે આ જીવ જુદા જુદા સંજોગોમાં આવે છે. કેમકે પ્રથમ વિચારીએ કે-અનાદિકાળથી નિગોદમાં હતો, તેમાં આ જીવની શક્તિ કોઈ પણ પ્રકારે વધારે ન હતી. તે અનંતા જેની ભાગીદારીની કંપનીમાં એક હિસ્સેદાર હતે. ભાગીદારી મકાનમાં કે વ્યાપારમાં થાય છે, પણ ત્યાં ભાગીદારી જુદી જાતની જ હતી. કેમકે જગતમાં કોઈ પણ જગ પર આહારની ભાગીદારી દેખી કે સાંભળી નથી. પરિણામમાં ભાગીદારી ભલે હોય, માતા આહાર ત્યે ને દુધ છોકરો ભે, પણ આહારની ભાગીદારી કઈ જગો પર નથી. પણ નિગોદમાં અંગુલને અસંખ્યાતમે ભાગ તેમાં પણ અનંતા ભાગીદાર. જગતમાં કેઈની શરીરમાં ભાગીદારી સાંભળી કે દેખી નથી. ત્યાં તે શરીરમાં પણ ભાગીદારી. શ્વાસ લેતાં દરેક જીવની સ્વતંત્ર દેખીએ છીએ, છતાં ત્યાં શ્વાસમાં પણ અનંતા ભાગીદાર. સ્પશન ઇંદ્રિયો દરેકને પોતપોતાની જ હોય. બેની વચ્ચે જીભ, આંખ, કાન, નાક કે સ્પર્શન ઇક્રિયે ભેગી હોય
૨૭