________________
પ્રવચન ૧૧૬ મું
[ ર૩૧
સમજવામાં ફરક પડ્યો. જે ચીજ ઉoણ થઈ તે અગ્નિના પુદગલેથી પરિણમેલી છે. જેમ આપણે દાણું ખાધા, પાણી પીધું, અનાજ અને પાણી આપણા શરીરમાં ગયા પછી માંસ, હાડકાં, લોહી કે નસો થઈ. આ પરિણામ કોનું? હવે આ શરીરને પંચેન્દ્રિય કહેવું કે એકઈન્દ્રિય? ખેરાક, પાણી, હવા એ વિગેરેનું જ રૂપાંતર એ જ શરીર છતાં પણ આ શરીરને મનુષ્યનું શરીર કહીએ છીએ. કારણ મનુષ્યના જીવે પિતાપણે પરિણમવ્યું, જવરહિત યુગલને પિતાપણે આ જીવે પરિણમાવ્યા. એક વખત મનુષ્યનું મડદું હોય તે શું કહીએ? મનુધ્યનું મડદું જેમ અનાજ, પાણી, હવા વિગેરેને મનુષ્ય પિતાપણે પરિગુમાવ્યા, પછી છોડી દે તે પણ મનુષ્યને પર્યાય ગણાય. તેવી રીતે અગ્નિએ જે પુદગલો ઉષ્ણપણે પરિણુમાવ્યા અને છોડે તે પણ અગ્નિના પર્યાય કહેવાય છે. રાંધેલી વસ્તુ ચેખા, દાળ, મગ વિગેરે મુદ્દગલ કેના? તો કે અગ્નિના પુદગલે. અગ્નિએ પરિણુમાવીને છોડી દીધા. મૂળ વાતમાં આવે. અગ્નિમાંથી જે પુદગલ નિકલ્યા તે જ પુદગલે પેલામાં પરિણમાવ્યા. ઉષ્ણતા એ અગ્નિને સ્વભાવ તેથી અગ્નિથી જુદો પડતું નથી, તેથી અગ્નિની માલીકી અને કબજાને કહેવાય. તેથી સ્વભાવરૂપ તે તેના માલીકી અને કબજાની હોય. હવે ધર્મ એ આત્માની માલીકીની કબજાની પણ તે કે ધર્મ? એક પ્રવૃત્તિ ધર્મ, એક સ્વરૂપ ધર્મ, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આ સ્વરૂપ ધર્મ, એ સ્વરૂપ ધર્મ હોવાથી આત્માની માલાકીમાંથી ખસતો નથી. કબજામાંથી જતો નથી. મેક્ષમાં ન જાય તે પણ ક્ષાયિક સમકિત કેળવજ્ઞાન અને વિતરાગ પણું બરાબર રહે છે. એને કઈ દિવસ પલટ થતો નથી, આનું નામ સ્વરૂપ ધર્મ. પ્રવૃત્તિધર્મ દાન, શીયલ, તપ અને ભાવ આ ચાર પ્રવૃત્તિધર્મ છે. એ કાર્ય સાધવા સુધી રહે, સિદ્ધ થયા પછી ચાલ્યા જાય. કુંભાર ચક્કર ઘડો તૈયાર ન થાય ત્યાં સુધી ફેરવે છે, ઘડો તૈયાર થયા પછી ચક્કર દંડની જરૂર રહેતી નથી. તેવી રીતે પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે પછી તે પ્રવૃત્તિધર્મની જરૂર નથી. ઘડો થયા પછી ચક્કર ચીવર દંડની જરૂર રહેતી નથી. ઘડો થયા પહેલાં ચક્કર આદિ કોરાણે મૂકે તે શું પરિણામ આવે ? મોક્ષ વખતે સમ્યગુદર્શન જ્ઞાન વીતરાગપણું