________________
પ્રવચન ૧૧૫ મું.
[ ૨૨૯
યને લીધે અનંતા પુદ્ગલ પરાવર્તન રખડે છે, એમાં જ આપણે રખડ્યા. તે વખત બોદર નિગોદનું પણ ભાન ન હતું. તે ઠેઠ મનુષ્યપણું સુધી આવ્યા તે તે કેવળ ભવિતવ્યતા, તે વગર ઊંચો ચઢાવનાર કોઈ નથી, એક મનુષ્ય જંગલમાં ભૂલે પડ્યો, ત્યાં ચોરોએ લુંટીને હાથ પગ કાપી નાખ્યા, આંખો ફાડી નાખી, ખીણમાં નાખી દીધે, ભાગ્ય ગે વિદ્યાધર મળી ગયો. તેણે હાથ પગ સારા કર્યા, આંખે સારી કરી, મારગમાં મૂકો. હવે આ વિચારે કે આવી રીતે આંખે પાટા બંધાય તે પણ છોડનાર છે, તે લાવ છરે ને આંખ ફાડી નાખું. એ તે કેઈ અપૂર્વ સંગે વિદ્યાધર આ ને ઠેકાણું પડ્યું, એને ભરોસે કો? આ જીવ આટલો ચડીને આવ્યો. તે હવે ક્યા ભરોસે નિગેદની સામે બેસે છે? આ મુસાફર હાથ કાપી, આંખો ફાડી ફરી ખીણમાં પડે ખરો? શું ફરીથી તે વિદ્યાધરના ભરોસે રહી તે પ્રમાણે કરે ખરે? તે આ ભવિતવ્યતા અનંત પુદગલ પરાવર્ત સુધી સામું જોતી ન હતી અને કેઈક એ સંજોગ આવે જેથી બાદરથી યાવત્ મનુવ્યપણું લગી લાવી, તે અત્યારે ભૂલા પડવાને પ્રયત્ન કેમ કરીએ છીએ ? આ વિચારો તે આત્મામાં ધર્મ થએલો છે છતાં કેટલી મુશ્કેલીએ થયો છે? આવા લાંબા કાળે, મોટી મુશ્કેલીઓ પંચેંદ્રિયપણું, મનુષ્યપણું મળ્યું તે ધર્મ ઉત્પન્ન કરી શક્યા, તો તે ધર્મ આત્માની માલીકીને કબજાને છતાં તેની કિંમત કરી શક્યા નથી. ખાવા પીવાની શરીરની ઇન્દ્રિયની વિષયેની તેને સાધનની આ પાંચની કિંમત કરીએ છીએ. હજુ આત્માની કિંમત નથી. ધર્મ આદરીએ છીએ, આરાધન કરીએ છીએ, છતાં ભીખારી કરતાં ભૂંડું. જેમ ભીખારી માટે કોઈ રસોઈ કરતું નથી, તમે ખાવ તેમાંથી બચે તાકડે ભીખારી આ તે આપ્યું, નહીંતર ગટ્ટરમાં ફેંકયું છે. તેના કરતાં ભુડી સ્થિતિ ધરમની કરી છે, સવારના પહોરમાં ઝાડે જંગલે જઈએ પછી શારીરિક બીજા નંબરે કુટુંબ કબીલે, એમ કરતાં વખત મલ્યા ને જે કઈ ગપ્પા સમ્પાવાળા આવ્યા, તે કેઈ ધરમમાં વખત કાઢવા તૈયાર નથી. એવામાંથી નવરા થાવ ને કેઈ અપાસરે જનાર આવ્યો તે ચા કહેતા. તે વખતના શબ્દ ફેટોગ્રાફમાં લેવામાં આવે તે તે ફેટે