________________
૨૩૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી અને નાટકાદિક-કુટુંબાદિ વખતે હોય છે, તે ફેટે તપાસી જોજે. એમાં કંઈ ફેર છે? ભીખારીને વાટકે વધેલું મેં બગાડતા આપતા નથી, તેટલું મેં ધરમનું કહેનાર ઉપર બગાડીએ છીએ. કીંમત પેલી. વસી છે. પાંચની કીંમત કરી છે. હજુ આત્માની કીંમત ઓળખી નથી. હીરા માણેકને જતાં કરી બેરા પકડે છે. તેમ બચ્ચાંની પેઠે ધરમની કિંમત ન સમજેલો હોવાથી બારાં જેવા વિષયોને પકડે છે, પણ માણેક જેવો ધરમ પકડતા નથી. ધરમનું સ્વરૂપ કહેતાં તેની કીંમત કેમ કહેવાય છે? ઝવેરાતને સદે કેટલી વારમાં થાય ? ઝવેરાતનું શીખતા લાંબે ટાઈમ જોઈએ, પણ તેનું કાર્ય કરતાં તેટલો ટાઈમ જોઈએ નહીં. તેવી રીતે ધર્મની કીંમત શીખતા તેટલે ટાઈમ. લાગશે, તેથી પેલા ચાર શ્રાવકે અધર્મિ કેમ કહેવડાવે છે તે સમજી ધર્મની કીંમત કરતાં શીખે ત્યારે જ ખરી વસ્તુ સ્થિતિ સમજાશે.
પ્રવચન ૧૧૬ મું. સંવત ૧૯૮૮ આસો સુદી ર રવિવાર
સ્વરૂપધમ અને પ્રવૃત્તિધર્મ - શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીઓનાં ઉપગારને માટે પ્રથમ જણાવી ગયા કે-ધર્મ એ આત્માની ચીજ છે. બહારની ચીજ નથી. બહારની ચીજે રૂપ, રસ, ગંધ શબ્દ કે સ્પર્શવાળા હોય, પણ ધર્મને અંગે રૂપાદિકનો નિયમ નથી. એટલું જ નહિ પણ આત્મા અચલ સ્વરૂપ છે. આપણે ધમ બે પ્રકારનું માનીએ છીએ. એક સ્વરૂપ ધર્મ અને બીજે પ્રવૃત્તિ ધર્મનું સ્વરૂપ ધર્મ એ આત્માના કબજાની ચીજ છે. જગતમાં નિયમ છે કે-જે જેનું સ્વરૂપ હોય તે તેમાં જ રહે અને તેની જ માલીકીનું હેય. અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતાવાળું છે તે ઉષ્ણુતા અગ્નિના કબજાની માલીકીની છે, છતાં બીજા પુદ્ગલમાં ઉષ્ણતા છે. તે તેને કબજો-માલીકી કયાં રહ્યા? તેના સંયોગવાળા પદાર્થમાં આવે છે તે તે ઉષ્ણુતા અગ્નિના કબજાવાળી કયાં રહી? વાત ખરી, પણ