________________
પ્રવચન ૧૧૬ મું
[ ૨૩૭
હારમાં દેવ, ગુરૂ અને ધમ આ ત્રણ તત્ત્વ ગણ્યા છે. ઓળીમાં તપસ્યા કરનારા છે. પાતે પેાતાના સાધ્યને ન ચૂકે માટે ધ્યાન રાખેા. જગતમાં એવી કઇ ચીજ નથી કે જે નવપદથી બહાર હાય. આરાધવા લાયક જે ચીજ જગતમાં તે બધી નવપદમાં છે. અરિહંત પદ લઇએ તા સિદ્ધ આચાય વિગેરે રહી જાય. ગુણુ લઇએ તે ગુણુ રહી જાય. ગુણ લઈએ તે ગુણી રહી જાય, બધા ગુણ અને બધા ગુણી આરાધન કરવા લાયક લઈ લીધા છે. નવપદના નવ દિવસેા એ તા સમજો કે ખેત૨માં વરસાદ પડવાના દિવસે છે, પણ વરસાદ પડ્યા પછી અક્રૂરા, ચડીયા, ફળ, ફૂલ, દાણા ભરાવા તે મલ્લું વરસાદ પછીનું કામ છે. વરસાદ વખત આળસ કરી હળ ન ચલાવે અને આવીને ઘેર લમણે હાથ મૂકીને બેસી જાય તે કારતક મહિને શું કરે? નવ દિવસ નૂતન વર્સાદ વરસાવવાના છે, પણ તેના થએલેા સ’સ્કાર હંમેશ રહેવા જોઇએ, નવપદ નવ દિવસ માટે નથી, મારે મહિના તમારૂં ધ્યાન નવપદ તરફ જ હોવું જોઈએ. આરાધવા લાયક એવી કઈ ચીજ નવપદની અહાર છે? દરેક ધર્મવાળા ત્રણ તત્ત્વ માને છે. ધર્માંના અર્થીને ત્રણ તત્ત્વ સિવાય ચાલ્યું નથી, ચાલતું નથી અને ચાલશે પણ નહિ. કાં ત્રણ તત્ત્વ? દેવ, ગુરૂ અને ધ.
વ્યક્તિવાદ હમેશા ટકતા નથી.
કોઇ પણ મત લ્યે, જગતમાં ત્રણ સિવાયના કયા મત છે? દરેકમાં દેવ, ગુરૂ અને ધમ એ ત્રણે માનવા જ પડે. એટલું જ નહિ પણ ઋષભદેવજી વિગેરે આવતી ચાવીશીમાં નથી, અપ્રતિમ પ્રભાવશાળી ગૌતમાદિક આચાર્યાં, ઉપાધ્યાય અને સાધુ વિગેરે તે આવતી ચાવીશીમાં નથી. જગતમાં વ્યક્તિવાદ હંમેશાં રહેવાનાં નથી, પણ નીતિવાદ હમેશાં રહ્યા છે અને રહેશે. સિદ્ધચક્રમાં નવપદની નવ જાતિઓ છે. અરિહંતપદની બહાર કાઇ ચાવીશી વીશી છે ? આ ઉપરથી સમજી શકશે! કે નમોસ્થુળ સમળસ્ક મવકો મહાવીરસ્સું એ શાશ્વત રહેવાનુ નથી. આથી પ્રભુ મહાવીરની અવગણના થતી નથી. વ્યક્તિ કરતાં જાતિ કેટલી પ્રબળ છે તે જણાવું છું. પ્રભુ શાસનમાં પૂજારી શ્રાવક વગ અરિહંતપદ્મથી કેવે સ`સ્કારવાળા હાય ? જ્યાં દેવતાના ડર છે, મરવાના ડર છે,