________________
૨૩૮ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
દેવતાના વનમાં પેસનાર શ્રાવક શું વિચારે કે-રાજા રોજ એક માણસને મોકલે છે જેને વારો આવે તે મનુષ્ય મરવા માટે બગીચામાં પેસે, ફળ તેડીને નાખે કે-મોતના પંજામાં ફસાય. એ દશાના વિચારવાળાના મેંમાંથી નમો અરિહંતા પદ કેમ નીકળ્યું હશે? એને સંસ્કાર તપાસો! કઈ દશાનો એ સંસ્કાર ! નિશ્ચિત મરણ તે જગ પર નમો રિહંતાણં બાઈએ પણ કેવી સંસ્કારવાળી હોવી જોઈએ. જ્યાં પતિને હુકમ છૂટે કે સ્ત્રી ઓરડામાં લેવા જાય. પોતાનું ઘર, પોતાનો ધણી, પિતાને ઓરડે ત્રેિવડમાં રહેલ ઘડો અને તેમાં ચીજ લેવા જાય તે વખતે નમો અરિહંતાણં કેમ આવ્યું હશે ? આપણે દેરા, ઉપાશ્રયમાં આપણા માટે અરિહંત છે, આત્મા માટે અરિહંત નથી. આત્મા માટે અરિહતે આ પુણ્યાત્માઓને છે. આપણે અરિહંતાદિક પદો દેરા, ઉપાશ્રય માટે રાખ્યા છે. ખરેખર આત્માને માટે તે પુનિત પદો નથી. આપણે પણ કેટલે સંસ્કાર છે તે તમારી મેળે જ જોઈ લ્યો. અચાનક ઠેસ કે કાંટે વાગે, ડૂબતાને ભય લાગે તે શું નીકળે છે?
તપ એ પ્રવૃત્તિધર્મ છે. હજામને પૂછો કે વાળ કેટલા છે? તે તુરત જવાબ દે છે કે, આગળ પડે તેટલાં. તે તમારી પ્રવૃત્તિમાં તપાસી લેજે. કોટે વાગે કે પાણીને ભય, આગને ભય અગર અનેકાનેક રોગાદિકને ભય, તે વખત નમો અરિહંતા માં નથી. શૂળમાં સનેપાત થાય તેવાઓ માટે શૂળીની તે વાત જ શી કરવી ? આરાધન કરનારાની હલકર્મી ની ટીકા નથી. આપણે આ રસ્તે લીધે છે કે નહિ તે વિચારે. જે હજુ દેરા, ઉપાશ્રય માટે અરિહંતના થયા નથી. એમનું તે કહેવું જ શું? અરિહંતપદ સર્વ વીશીમાં વીશીમાં એકનું એક જ અરિહંતપદ આદું ખસેડી શકાતું નથી. ચોવીશીથી કે વીશીથી અરિહંતપદ વગર ચાલી શકાતું નથી, તેથી જ અરિહંતપદને શાશ્વતે કહીએ છીએ! નવકાર મંત્ર શાશ્વત છે તેનું કારણ? જાતિવાચક પદ તેમાં છે. ઋષભદેવ શ્રી, મહાવીર વગેરે વ્યક્તિવાચક પદો તેમાં નથી. ગૌતમાદિક પ્રભુ મહાવીર અને હરિભદ્રાદિક આચાર્યો તે વ્યક્તિપદ છે. જે તે આપણને ફાયદો અને મુશ્કેલીથી બચાવ કરશે તે સમગ્ર જાતિ જરૂર ફાયદે કરશે, તેમાં