________________
પ્રવચન ૧૧૫ મું
[ ૨૨૭
વાત સમજાશે. ભરતને કેવળ થયા પછી સાધુ વેશ લેવાની જરૂર પડી, આ લીધું ન હતું તે પણ ભારતને સંસારમાં રહેવું પડે તેમ ન હતું, તે આ વેષ શા માટે લીધે? વેષની જરૂરી કેટલી બધી તે મગજમાં
. કેવળજ્ઞાન ઉપજાવવા તે લેવું પડે, પણ ઉપજ્યા પછી પણ લેવું પડે. આત્માને ઉન્નતિના શિખરે લાવવા આ સાધન લેવું પડે, પણ થઈ ગયા પછી પણ આ વેષ લેવો પડે. આ વિરતિ કંપનીની ઓફીસ તે ત્યાં કેવળજ્ઞાનીને પણ વિરતિની ઓફિસમાં દાખલ થવું પડે. અવિરતિની ઓફિસમાં કર્મના જોરે રહ્યો હતો. જે કર્મને આધીન ન હોય, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કષાયને આધીન ન હોય તેને એ ઓફીસમાં આવવું જ પડે. એ પિતે કેવળથી દેખતા હતા કે અહીં જઉં તો જ કરમથી બચાશે. કેવળજ્ઞાની પણ એ એફીસમાં ન આવે તે રખડે. તમારા પ્રશ્નાનુસારે કેવળજ્ઞાન ઉપજ્યા પછી અંતરમુહૂર્તાનું આયુષ્ય હેય તે વેષ ન લે, બાકી તે વેષ લીધા સિવાય છૂટકો જ નહિ. દરેક કેવળીને સમુઘાતને નિયમ નથી, પણ આવાજીકરણ તે જરૂર કરવું પડે.
આવર્જિકરણ એટલે શું? આ વસ્તુ શી? કેવળજ્ઞાન પામ્યા પછી બે ઘડીમાં મોક્ષે જાય તેને આવર્જિકરણ કરવામાં જ વખત જાય. બાઈઓ ચૂલા સળગાવે છે. સળગાવતાં કાકડે મૂકે તે ઉપર છાણાને ગોર, તે ઉપર કેયલા, તે ઉપર લાકડા મૂકીને બીજા કામમાં ભળી જાય. લગભગ દશ કે પંદર મીનીટ પછી આપોઆપ ચૂલો સળગી જાય. તેવી રીતે તેરમા ગુણઠાણાને છેડે કરમની ગોઠવણ કરે, જે ચૌદમાં ગુણઠાણે ખપાવવાં છે તે તેરમાના છેડાએ કરે. એક ગની પ્રવૃત્તિ નથી છતાં સરક સરક સળગ્યા જ જાય, યાવત્ ચૌદમાના છેડે બધા કર્મ બળી જાય. આવી ગોઠવણ તેનું નામ આવર્જિકરણ. એ આવર્જિકરણ દરેક કેવળીને કરવું પડે. આટલે ટાઈમ હોય તેવાને એ ઓફીસમાં દાખલ થવાનો વખત નથી. બાકીના બધાને આ ઓફીસમાં દાખલ થવાનું જ હોય. ભરત ને વકલચીરીએ પણ આ ઓફીસમાં ઉમેદવારી કરી છે.
કેવલી ફર્માપુત્ર ઘરમાં કેમ રહ્યા. તમે પૂછશે કે કૂર્મા પુત્ર કેવળજ્ઞાન થયા પછી ઘરમાં કેમ રહ્યા?