________________
૨૧૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
વસ્તુ ઉપર પાર લગાડે છે. એને પારો લગાવ્યો, વરખ છાપ્યા પછી તે દાગીનાને આગમાં મે એટલે મારે ઉડી જાય. પારાને ઉડતે દેખો છો ? ચક્ષુને લાયક સ્પષ્ટ રૂપ હતું તે ખસી ગયું. જ્યારે પારામાં
સ્પષ્ટ રૂપ હતું તે રૂપ માત્ર ખસ્યું એટલાથી પારો દેખાતો બંધ થયે, તેમ ઉડતાં દેખે નથી. તેનું કારણ સ્પષ્ટ રૂપ ખસી જાય પછી તે ન દેખાય. તે જે વાયુમાં સ્પષ્ટ રૂપ છે નહિં તે વાયરો ન દેખાય તેમાં આશ્ચર્ય શું? ચક્ષુથી ભલે ન દેખાય પણ પર્શ ઈદ્રિય દ્વારાએ તેની હૈયાતી સ્પષ્ટ જાણી શકીએ છીએ. કોઈ પણ ઈદ્રિયથી હૈયાતી માલમ ન પડે તે સૂમ. કઈ પણ ઈન્દ્રિયથી હૈયાતી માલમ ન પડે તે સૂક્ષ્મ
અનંતા જેવો એકઠા થાય, અનંતા જીવો એકી સાથે મહેનત કરે, એકી સાથે કરે તે પણ થોડી નહિં, એકદમ વધારે, તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે-નિગદીયા જેમાં અનંતાની સાથે જ ઉત્પત્તિ, સાથે મળીને પ્રયત્ન કરે તે જ આહાર મેળવી શકે. અનંતા જીવોએ સાથે મળીને જે પહેલાં કહ્યું હતું તે સૂક્ષ્મ જાતિનું શરીર બનાવે. પાંચે ઇદ્રિયના વિષયમાંથી એકે પણ ઇંદ્રિયના વિષયમાં આવે નહિં એવું સૂક્ષમશરીર છે. આજે એ સિદ્ધ થયું છે કે રેડીયાથી કઈ પણ જગો પર શબ્દ સાંભળી શકો છો. તમે આ કાર્યદશાથી સંભળાય છે, તે ઉપરથી વચમાં શબ્દ ન દેખો તે પણ માની લે છે. તેવી રીતે જ્ઞાનીઓ એને સાક્ષાત્ દેખે છે. જ્ઞાનીએ સાક્ષાત દેખેલો અને દેખીને જ પ્રરૂપેલે પદાર્થ માનવું પડે તેમાં નવાઈ શી? અનંતા જીવો સાથે મહેનત કરે ત્યારે આંગળાના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર કરે ત્યારે શક્તિ કેટલી ? સ્પર્શ ઈદ્રિય કેટલી ? તેમાં ભાગીદાર જોડે આવી શક્તિમાંથી કોના જેરે નીકળે ? જગતમાં સામાન્ય નિયમ છે કે જે વસ્તુની ઈચ્છા થાય તે જાણ્યા પછી થાય, પદાર્થ જાણ્યા વગર તેની ઇચ્છા થતી જ નથી. તે અપેક્ષાએ મોટા જાણકાર મનુષ્યો એમ કહે છે કે જ્ઞાન એ નાગી તરવાર છે. શત્રુ અને મિત્રનું કામ કરનારી છે. સમજે તેને નાગી તરવાર ઉપગાર કરનારી છે, ન સમજે તે મારનારી છે. એક તરવાર દારૂડીયાના હાથમાં આવે તે તે જ તલવાર શ્રાપ સમાન છે.