________________
૨૧૦ ]
શ્રી આરામોદ્વારક-પ્રવચન–શ્રેણી
એવું કઈ જગ પર દેખ્યું છે? પણ ત્યાં સ્પર્શન ઇદ્રિય તેમાં અનંતા ભાગીદાર, આહારમાં, શરીરમાં, ઇંદ્રિયમાં કે શ્વાસોશ્વાસમાં પણ ભાગીદારી, તેમાં પણ અનંતાની સરખી. તમારે ભાગીદારીમાં ઓછીવત્તી પણ ભાગીદારી હોય છે. અહીં તે અનંતાની એક સરખી ભાગીદારી. એવી દશામાંથી આ જીવનું નીકળવું કેમ બને? જ્યાં અનંતા મળીને આહાર, શરીર, ઇંદ્રિય કે શ્વાસોશ્વાસ કરી કે લઈ શકે તેવી હાલતમાંથી નીકળવું શી રીતે?
દેખી શકાય તે બાદર. અનંતા મળી શરીર બનાવે, તે પણ આંખે દેખી શકાય તેવું નહીં, અતિસૂક્ષમ. અત્રે બાદરને ભેદ ધ્યાન રાખજો. સૂમ એ આંગળના અસંખ્યાતમા ભાગે. બાદર પણ તેવું જ. સૂક્ષ્મ ને બાદરનું પરિમાણ એક. તે ફરક કયો? સૂમ એવા સ્વભાવનું કે અનંતા સૂરમ એકઠા થઈ જાય? સૂમમાં છે અનંતા પણ શરીરે તે અસંખ્યાતા જ છે, અનંતા નથી, છતાં ક૯૫ના ખાતર અનંતા એકઠા થાય તે પણ દેખાય નહિં અને બાદર એક બે દેખાય નહિં. પણ વધારે જસ્થામાં હોય તે દેખાય. દુનીયાદારીનું દષ્ટાંત લે. છેટેથી એક વાળ પડ્યો હોય તે ન દેખાય, પણ વાળનો જથ્થો હોય તે દેખી શકાય. પણ હવા નાજુક એટલે પતલી હોય તે પણ ન દેખીએ. હવાને જ હોય તો પણ ન દેખાય. મહાવાત પણ ન દેખાય. દુનીયાદારીના દષ્ટાંતે વાળ એ દેખવા લાયક અને હવા દેખવા લાયક નહીં. વાળ એલે ભલે ન દેખીએ પણ કેશને સમુદાય દેખી શકીએ. હવા પાતળી કે જાડી પણ ન દેખીએ, પણ કેશને સમુદાય દેખી શકીએ. હવા પાતળી કે જાડી પણ ન દેખીએ, તેવી રીતે સુક્ષ્મ જાતિના જે શરીર તે શરીરે એક કે અનેક સંખ્યાતા કે અસંખ્યા હોય તે પણ દેખી શકીએ નહિ અને બાદરના એક શરીર કદાચ દેખાય પણ ઘણું શરીર એકઠા થાય તે દેખી શકીએ.
પ્રશ્ન—તમે વાયરાને બાદર નામકર્મ ગણો છો ને ? જે બાદર નામ કર્મવાળે ગણો તે તેને જ દેખા જોઈએ અને વાયર છાપરાં ઉડાડવાવાળો હોય તે પણ તે દેખાતું નથી, તે વાયરાને બાદર શી રીતે માન? પૃથ્વીકાયના એક શરીરને ન દેખીએ, પણ ઘણાં શરીર