________________
૨૦૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન–શ્રેણી
અહીં ધમાં ન આવે તે નુકશાન ને આવ્યા તે ફાયદો શુ? એક રાત્રિ દિવસ પોસો કરે છે, એક આખો દિવસ દુકાને કમાઈ આવે છે. જેણે પિસે ના કર્યો તેને જીવનમાં શું અડચણ આવી? પોષહ કરીને આવ્યું તેને શું ફાયદે દેખ્યો? આ બીજાનું બોલવું કહું છું. ધર્મ આવવાથી કંઈ પણ ફાયદો નુકશાન દેખાતું નથી. જીવનને અંગે ધર્મ આવવાથી કે ન આવવાથી કંઈ ફાયદો નુકશાન નથી, તે ધર્મ બીનજરૂરી છે. મૂળ વગરના વૃક્ષની સરખી ધમ વગરના જીવની દશા.
આવું માનનારાએ ધ્યાન રાખવું કે-એક ખેડૂતની આગળ ગમાર આવ્યું. તેણે કહ્યું કે આ ઝાડના ફળ ખાવા કામ લાગે છે, પણ ફલે સુંઘવા, પાંદડાં તોરણે કરવા અને લાકડા કાન કરવાનું કે રસોઈ કરવા કામ લાગે છે, પણ જમીનમાં રહેલા રેસા-મૂલડીયા શું કામ. લાગે છે? માટે મૂળીયાં નકામાં છે. માટે તે ખેડૂત! આ મૂળીયાં તારી જમીન બગાડે છે, નકામાં મૂળીયાં જમીન બગાડે છે, માટે ઉપરનું ઝાડ રહેવા દે પણ નીચેના મૂળીયા ખોદી નાખ. કયે ખેડૂત એ વાત કબૂલ કરશે? શું ફળાદિક કામ લાગે છે તે રેસા-મૂળીયા વગર થવાના છે? ખેડૂત સમજે છે કે દેખાય છે ફળાદિક પણ નીચેના રેસા ન હોય તે. દેખાતાં બધા કારણે ત્રણ દહાડામાં જ સૂકાઈ જાય છે. પહેલા ઝાડમાં પાંદડા ફળાદિક બધું છે. તમારી જરૂરી ચીજ બધી એમાં જ છે, પણ મૂળ વઢાઈ ગયું તેમાં જરૂરી ચીજ વઢાઈ ગઈ છે, તે વિચાર્યું? જરા વિચારશે તે માલમ પડશે કે મૂળ વઢાઈ ગયું એટલે બધું જ ગયું. મૂળીયાં વગરનું પડેલું ઝાડ લીલું દેખ્યું? લાકડા, પાંદડાં, ફૂલ અને ફળ વધ્યાં, પહેલાનાં મૂળના રસને લીધે ફળાદિક થયા હતા, પણ હવે. મૂળથી સંબંધ કપાઈ ગયે માટે એક પણ ફળાદિક થવાના નહીં. ચાલુ વૃક્ષ પણ મૂળ વગર બધું અટકયું? પણ ચાલુ દશા કેના પ્રતાપે આવી છે જે તમે નકામા ગણેલા રેસા એના જ પ્રતાપે આ બધી, દશા હતી. તેવી રીતે અહીંઆ કેણે તમને આપ્યું? શરીરાદિ તેના સાધન કેણે તમને આપ્યા? ભૂખ એકલા સુખને દેખે છે, પણ મૂળ તરીકે ધર્મને દેખે છે? ધર્મ વગર તમે આ જગતમાં આ ભવમાં