________________
૨૦૬ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી કે અગ્નિ રાંધે છે એટલે અગ્નિ એ પ્રબળ–જાજ્વલ્યમાન છે કે-જલદી રંધાઈ જાય છે, પણ રાંધનાર અગ્નિ નથી. તેવી રીતે મૂળ વાત કહી કે દુનીયામાં દ્રવ્યાદિકની પરાવૃત્તિ હોવાથી કેઈ વખત કરીયાણાને તે કઈ વખત કિંમતને કિંમતી ગણાય. જ્યાં દ્રવ્યાદિકની અસર હોય
ત્યાં કિંમત વધવી ઘટવી એ વિચારી શકાય, પણ ધર્મ ઉપર દ્રવ્યાદિકની અસર નથી. એ તે ત્રીજા આરાને છેડે મેહનીય ક્ષય કરે તે બારમે ગુણઠાણે જાય. ચાર આરાને છેડે મોહનીય ક્ષય કરે તે જ બારમેં જાય. દેશવિરતિ માટે કે અપ્રમત્ત સંયત માટે ત્રીજા કે ચોથાને છેડો હોય પછી ભલેને જંગલમાં હોય કે વસ્તીમાં હોય, પણ એમાં કઈ જાતને ફેરફાર નથી. પાંચ મહાવ્રત રહિત આશ્રવને
ક્યા હોય, તેને સાધુ માનવાનું કેઈ કાળે બનતું નથી. આથી ધર્મ ઉપર દ્રવ્યાદિક અસર કરનારી ચીજ નથી. સાધન તરીકે ભલે હોય, પણ ધર્મને પલટાવનારી ચીજ નથી, તે પછી એની કિંમત કયે આધારે કરવી? ધર્મની કિંમત બે આધારે, પુન્ય અને નિર્જરા ઉપર ધર્મની કિંમત છે. ચાહે ત્રીજા આરામાં કે ચોથા આરામાં કે પાંચમાં આરાની અપેક્ષા , પણ થાય તે બધે એની સરખો. મૂળ વાત પર આવીએ.
ધર્મની કિંમત પુણ્ય અને નિર્જરાના આધારે છે.
આત્માને પુન્ય અને નિર્ભર બને છે. એ ઉપર જ ધર્મને આધાર છે. જેમ નિર્જરા વધારે તેમ ધર્મની સ્થિતિ વધારે. ધર્મની કિંમત નિર્જરા અને પુણ્ય ઉપર છે. બન્નેને માટે એક જ દ્વાર છે. દરવાજા દ્વારા એ જ બહાર આંગણામાં જઈએ. તેવી રીતે પુણ્ય દ્વારાએ જ પદગલિક સુખના આંગણામાં જઈએ. નિર્જરા દ્વારા આત્મિક સુખના આંગણામાં જઈ શકીએ. ખરી કિંમત ધર્મની કયા દ્વારાએ છે? આતિમય અગર પૌગલિક સુખ એ બે ધારાએ ધર્મની કિંમત છે. ચાર બેરાને લીધે કલ્લી દૂર મેલનારો છોકરો ખરાબ કેમ કહેવાય છે? કદ્દી કોઈએ ખાધી? બારા તે ખાધાં છે. સીધી ખાવાની ચીજ લીધી એ ડાહ્યો કે ન ખવાય તે લીધી તે ડાહ્યો? તમે બેરાને ફેકી દઈ, કલ્લી કંદોરે સાચ. છોકરાએ કલ્લી કંદરે ખવાતું નથી–એમ ધારી દઈ દીધાં. બેરાં ખવાય છે. માટે લઈ લીધાં. બેમાં ડાહ્યો કોણ? કહે જે ભવિ