________________
૨૧૪ ]
શ્રી આગદ્ધારક–પ્રવચન-શ્રેણી
નરકે જવું પડયું. એકેન્દ્રિય, બેઈદ્રિય, ત્રણ ઇંદ્રિય કે ચાર ઇંદ્રિયવાળા અને અસંજ્ઞી પંચેંદ્રિય ને તિર્યંચ સંજ્ઞી પંચેન્દ્રિય એક વચનમાં શું અનંતે સંસાર બાંધનારા છે? નહીં જ, ત્યારે બાંધે કોણ? કેવળ મનુષ્ય જ, ઉસૂત્ર એક ભાષણ કર્યું એટલે અનંતા વળગ્યા, અરે સૂત્ર વિરૂદ્ધ એક વચન બોલ્યો તેમાં શું થઈ ગયું?
જૈન શાસનમાં વાણી સ્વાતંત્ર્ય નથી. વાણી–સ્વાતંત્ર્યમાં ગમે તેમ બોલે છે. કેરિધ્વજને કેઈ દેવાબી કહે તે વાંધો નથી ને? ડેફરમેશન કરવા કેમ તૈયાર થાય છે? મહાનુભાવ! વાણીનું સ્વાતંત્ર્ય કોને કહેવાય? પોતાના હિતના માટે બીજાને નુકશાન થતું હોય તે બીજાને દબાવવાની જરૂર નથી. મરજી માફક બોલવું તે વાણીની સ્વતંત્રતા નથી. કેઈને ગાળ દેવી એ વાણીની સ્વતંત્રતા નથી, એ તે ગાંડાપણાની નિશાની છે. એ ખરી સ્વતંત્રતા નથી. તારા કરતાં તે ગાંડ માણસ વાણી સ્વતંત્રતાવાળો છે, કે જેમાં ફાવે તેમ બોલે. ગાંડાને સ્વતંત્રતા સ્વાભાવિક જ મળી છે. તમારે એક શબ્દ પણ બોલતાં વિચાર કરવો પડે છે, તે સ્વતંત્રતા શી રીતે? મગજને ચશ્કેલ હોય, દારૂ પીને ચશ્કેલ હોય તેની જોડે બેન ઉભી હોય તે બાયડી કહી દે. મા ઉભી હેય ને દીકરી કહી દે અને બાયડી ઉભી હોય ને મા કહી દે, શાણો માણસ આમ કહે જ નહિં. ત્યારે સમજજો કે વાણી સ્વાતંત્ર્યતાના જમાનાવાળા દારૂડીયાના ચેલા હોવા જોઈએ. ભાનવાળાને શબ્દ બોલતા જરૂર વિચાર કરવો જોઈએ.
કોને કહું છું, શું કહું છું એ વિચારવું એ વાણી સ્વાતંત્ર્યમાં આડું આવનાર ગણાય, તે તમારી માણસાઈ આડે આવનાર ગણાય. બીજાને હિતકારી વાકય કહ્યું તે વાણી સ્વાતંત્ર્યતાને અર્થ છે. એ હિસાબે તમે કહેવા માંગો કે અમે જેમ તેમ બેલીએ તેમાં અને તે સંસાર શી રીતે ? જૈન શાસનમાં વાણી સ્વાતંત્ર્ય છે જ નહિ. કારણ તે તે જ્ઞાનીએ કહેલું છે. ધારાસભામાંથી પસાર કરેલો કાયદો કે ધારે તેમાં મન માને તેમ બેલી શકે ખરા? ત્યાં તમારું વાણી સ્વાતંત્ર્ય કયાં ગયું? તમે સત્તાને આધીન છો, માટે સમજુના બેલવા પ્રમાણે * બંધાએલા છો. તે પછી કેવળ ભગવંત ઉપર ગણધર કે શ્રુતકેવળી