________________
પ્રવચન ૧૧૩ મું.
[ ર૦૧
પ્રવચન ૧૧૩ મું ભાદરવા વદિ ૧૩ બુધવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે-ધમે કોઈ બહારની વસ્તુ નથી, બીજાના કબજાની ચીજ નથી. ચાહે સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપસ્યા કોઈ પણ પ્રકારને ધર્મ લઈએ તો તે કેવળ આત્માની માલીકી જ છે. કબજે પણ તે ઉપર આત્માને જ છે. તેનો વિચાર કરવાની તાકાત આ આત્મામાં નથી. દરેક પિતાની મરજીથી સદુપયેગની તાકાત મારામાં છે એમ માની લે તેમાં કોઈ રોકી શકતું નથી, પણ વાસ્તવિક સદુપગ કરવાની તાકાત કેનામાં હોય? આ વસ્તુના વિચારમાં પહેલાં વસ્તુની કિંમત સમયે ન હોય તે વસ્તુને ઉપગ સમજાય નહીં તે પછી તેનો સદુપયોગ તે તો સમજાય જ કયાંથી? નહીંતર આમળા જેવા મોતીને ઉપગ નાનું બચ્ચું ક કરે? ચુંગવાને. દુરૂપયોગ કેને કહીએ? જે ઉપયોગ કરવાથી આપણને નુકશાન થાય એ ચુંગવામાં તેને કશું નુકશાન નથી. નુકશાનકારક હતું તે દુરૂપયોગ કહેતે નહિં. એ ચુંગે તેમાં તેની પ્રકૃતિ કે કશાને નુકશાન નથી, પણ સદુપયોગ કર્યો તેમ કોઈ દિવસ કહી શકીએ નહિ. કારણ શું? મેતીને ઉપયોગ કરવા છતાં સદુપયોગ ન થાય તેનું કારણ? પેલાને મોતીની કિંમતનો ખ્યાલ નથી, તેવી રીતે આપણા જ આત્માની માલીકીમાં રહેલી ચીજ ધર્મ, તેની કિંમત ન જાણીએ તે તેને સદુપયોગ ન થાય ને અનુપગ કે દુરૂપયેગ થાય. જગતમાં કિંમત કયે આધારે કરાય છે? તેનું એક પણ રણ નક્કી નથી. જે વખત રૂપીઆનું અનાજ વધારે મળે ત્યારે ઍવું, ઓછું મળે તો મેંવું કહીએ, પણ જ્યારે રૂપીઆનું અનાજ ઘણું મળ્યું ત્યારે રૂપીઓ સેંઘો કે ? અનાજને અંગે સેંઘાપણું કે મોંઘાપણું. એવી રીતે ઉથલાવે. અનાજથી ઓછા રૂપીઆ મળ્યા તે રૂપીઆ મેંઘા, ઘણા રૂપીઆ મળ્યા તે સેંઘા રૂપીઆ. ૧૦૦ મણના સો રૂપીઆ મળ્યા તે રૂપીઓ સે. ૧૦૦ મણના પચાસ રૂપીઆ મળ્યા તે મેંઘા. આ ઉપર દુનીયાની બધી સ્થિતિ છે. જે જે વસ્તુ વધારે મળે તે સેંધી, ઓછી મળે તે મેંઘી.