________________
પ્રવચન ૧૧૩ મું
[ ૨૦૩
આ જ વાત સુયગડાંગજીમાં શ્રાવકના અધિકારમાં જણાવી છે. એક જીવે શ્રાવકપણું લઈ પચ્ચક્ખાણ કર્યા કે ત્રસજીવની જાણી જોઈને નિરપેક્ષપણે નિરપરાધીની હિંસા કરું નહિં. આ વાત જાણીતી છે, પણ સવાલ જ ત્યાં છે. એક દેવદત્ત નામનો ત્રસ જીવ છે. એ ત્રસજીવને જાણી જોઈને નિરપેક્ષપણે મારું નહિ. આ જીવને તમે અભયદાન દીધું છે. એ જીવ મરીને સ્થાવર થયે, એ સ્થાવર થએલા જીવને અભયદાન દીધું હતું તે અટકાવશે કે નહિં? એ અભયદાનનું પાત્ર થયો હતો. તે જીવ સ્થાવરમાં આવ્યો હતો, હવે અભયદાનનું સ્થાન ન રહ્યો, પણ તમારા પચ્ચકખાણમાંથી નીકળી ગયા. જીવ એને એ, પચ્ચક્ખાણ કરનાર એના એ, હવે પૃથ્વીકાયપણે થયે એટલે સ્થાવરના અભયદાનમાંથી નીકળી ગયે, શાને લીધે? જીવમાં ફેર પડ્યો નથી, રસપણું છૂટીને સ્થાવરપણું થએલું, એટલે અમારી પ્રતિજ્ઞામાંથી નીકળી ગયે. સ્થાવર જીવ પ્રતિજ્ઞાન વિષય નથી. તેને અંગે હિસાનો ત્યાગ નથી. એ જીવ મરીને કીડી થયે તો અભયદાનો વિષય થયો. શાને અંગે પલટે ખાધે? દ્રવ્ય પલટાયા, શરીર પલટાયું, જીવ પલટો નથી. પલટાયું શું? માત્ર શરીર પુદ્ગલ દ્રવ્ય, દ્રવ્યથી જીવના પર્યાયના ભલે પલટો થયો હોય, પણ અમે ત્રસપણાના પચ્ચકખાણ કર્યા છે. તેનો પલટે કોઈ દહાડે નથી. જે આ ત્રણમાંથી સ્થાવરણમાં આવ્યા તે પચ્ચક્ખાણ વખતે ત્રસ હતા ને? તેના પચ્ચકખાણ કર્યા છે? અમારા વર્તમાન કાળની અપેક્ષાએ પચ્ચક્ખાણ નથી. અમારા પચ્ચખાણ યાવત્ જીવન અંગે-વસો માટે પચ્ચકખાણ છે. આ ઉપરથી દ્રવ્યને પલટો થયે, જીવના શરીરને પલટ થયે, આપણે નાના મોટા છતાં પચ્ચક્ખાણમાં પલટો નથી. આપણે તે ત્રસ જેની અપેક્ષાએ ત્રસજીવોની હિંસાના પચ્ચકખાણ છે, એવી રીતે ક્ષેત્રથી અહીં આપણે મુંબાઈમાં એટલે બ્રહ્મચર્ય લીધું છે તો આગળ દાદર, અંધેરી કે અગાશી જઈએ એટલે બ્રહ્મચર્ય શું છૂટી ગયું? કાળની અપેક્ષાએ દિવસે બ્રહ્મચર્ય ઉચયું હતું તો કાળ ફરી ગયે. રાત્રી આવી એટલે શું તે છૂટી ગયું?