________________
૧૯૪]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
વવા છે. વિચાર આવી રીતે મહાકટે અત્યંત સહન કરીને બીજાની ગુલામી કરીને મહેરબાની મેળવીને જ્યારે તમારે વિષયો મેળવવા છે. તે કહો કે માથું ફેડી શીરે ખાવે છે ને તેમાં લાલા ગણાવું છે. દેવલોકમાં પેદા કરવાની મહેનત નથી. દેવતાને દેવતા થયા પછી સાહેબી મેળવવાની નથી. આપણે લોકે દુઃખથી જ મેળવવાના ને ભોગવતી વખત પણ દુઃખરૂપ તમારા વિષયે તમારી શારીરિક સ્થિતિને કેટલે ઘા કરે છે? એવા ઘવાતાપણાની સાથે જે વિષયે મેળવવા તે દુઃખ, પછી પણ દુઃખ ને આગળ પણ દુઃખ. ખાધાની પાછળ અજીરણને દેખતા છતાં પછી પણ આંધળાપણું. એવી રીતે એકેએક વિષયે પાછળ દુઃખ. જે દુઃખથી મેળવે છે, દુઃખથી ભગવે છે તેની પાછળ પણ દુઃખ જ છે, તે એવા વિષયોને દુઃખરૂપ માનતા ચૂંક કેમ આવે છે? તાવ કેમ ચડે છે?
દેવતાના મુખમાંથી શી રીતે છટશો? તે પછી જે દેવતાઈ વિષે જેમાં પહેલાં દુઃખ નથી અને કમાવા જવું પડતું નથી, તેમ જ વિષય વખતે પણ દુઃખ નથી. કારણ કે, વૈક્રિય શરીર છે. ભાવિને અંગે તમારે નવ નવ લાખ જીવોની એક વિષયમાં હિંસા, તે પણ એને નથી. તેથી ભવિષ્યમાં દુઃખ નથી. તેના વિષયે દુઃખથી ઉત્પન્ન થવાવાળા નથી, અને ભવિષ્યમાં તેવા દુઃખો ઉત્પન્ન કરનારા નથી; આપણે વિષયને દુઃખરૂપ ગણવા તૈયાર નથી, છોડવા પડે તે છેતરાવાનું લાગે છે ને આત્માને છેતરાયે માને છે. કેઈ બે માણસ આપસમાં પૌષધ, ચતુર્થવ્રત સંબંધી વાત કરે છે. વાતમાં પૌષધને નિયમ આવી જાય તે શેક કરી છે. હું કરૂં તેમ તારે કરવું. બીજે વિચારે છે કે એ બંધણીમાં હું આવી જઉં તે? એ શું? મારે ચોથું વ્રત લેવું છે ને જોડેવાળાને લેવું પડે તે ઠગાયા-છેતરાયા-ફસાયા માને. દુઃખથી ઉત્પન્ન થનારૂં દુઃખને પરિણામે પણ દુઃખ, તે વિષયે છૂટે તે તેમાં ઠગાયા ગણે છે, તે દેવતાનાં વગર દુઃખે થનારા, દુખે મિશ્રિત નહિં ને આગળ તેવા દુઃખોને નહિ ઉત્પન્ન કરનારાં, તેવા સુખોને વિષે દુઃખબુદ્ધિ આવશે કયારે? હીરાજન્ય દુઃખ સમજવું. પરિણામજન્ય તે છે જ. ૫-૧૦-૨૫ કે