________________
પ્રવચન ૧૧૨ મું
[ ૧૯૧
એની ઈચ્છાઓને વિચારીએ તે કંઈ પત્તો જ નથી.
મોક્ષ ઘરેણે મયા સિવાય દેવલોક મળતું નથી.
જે દેવલોકની ઈચ્છાએ ધમ કરી રહ્યા છે તેમને માટે આ જણાવ્યું. જે દેવલોકની ઈચ્છાએ ધર્મ નથી કરતાં તેમણે પણ ધ્યાનમાં રાખવાનું કે દેવલેક કેણ લે? મોક્ષ ગીરે-ઘરેણે મૂકે તે દેવલોક લે? ચાહે જેવો મક્ષ તરફ ધસેલે હોય છતાં મોક્ષ ઘરેણે મેલ્યા સિવાય દેવલેક મળતો નથી. વસ્તુ નાશ ન પામે, વરતુ માલિકીમાંથી ખસી ન જાય, પણ ઘરેણે મેલેલી વસ્તુ જ્યાં સુધી રકમ વાળીએ નહીં ત્યાં સુધી તેને હાથ અડાડાય નહિ. ચાહે તે કઠે કે ઘર ઘરેણે મેલ્યું હોય ને તેની આપણે જરૂર હોય તો હાથ કયારે અડાડાય? જ્યારે રકમ ભરી દઈએ ત્યારે હાથ અડાડવાની સત્તા છે. તેવી રીતે મોક્ષના અર્થી મોક્ષને માગે ચઢેલા મોક્ષ સિવાય બીજું સાધ્ય નહિં ગણનારા ફળને વિષે વાવથળે ગદ્દે વરણે "ઝળપ્ટે આ ત્યાગમય જૈનશાસન અર્થ, પરમાર્થ, એ સિવાય આખું જગત અનર્થ. આવી ધારણાવાળા અનર્થ ધારીને જેઓએ દુનીયા છોડી દીધી, છેડીને પણ મન માંકડાને કબજામાં લીધું, વીતરાગ દશામાં આવ્યું, આનાથી મેક્ષે પ્રવતેલો બીજે કે ગણવો? આત્માની અંદર રાગદ્વેષનો જે સડો થઈ ગયો છે, તેને સુધારી લે તે મહાત્મા અગીઆરમે ગુણઠાણે ચડેલો તે પણ કાળ કરીને અનુત્તરમાં જાય. તેત્રીસ સાગરોપમ સુધી મોક્ષ ઘરાણે મૂક્યો, કારણ કે આ લોકની ઈચ્છાવાળા છે, જે મોક્ષમાર્ગ તરફ ઈચ્છાવાળા નથી, જે મોક્ષને માનનારા તે માટે જ ત્યાગ કરનારા અને મનને કબજે કરનારા, તેવા મહાપુરૂ દેવલોક પામે તે વખતે મોક્ષ ઘરાણે મેલે છે. ઘરેણે મૂકેલી ચીજ હક્કની ખાતર એક દહાડો પહેરવા માગો તે આપે નહિ. મહેરબાનીથી આપે તે જુદી વાત છે. તેવી રીતે આ દેવક લેતી વખતે મોક્ષ માર્ગ ઘરેણે મૂકવામાં આવ્યું છે. સમ્યકત્વ પામ્યા પછી મનુષ્યને અંતમુહૂર્તાનું કામ. તે કામ દેવતાઓથી ૩૩ સાગરેપમે પણ બને નહિં. જે તમે અંતમુહૂર્તમાં બનાવત તે ત્યાં દેવલકમાં ૩૩ સાગરોપમે પણ બને નહિં. સમ્યક્ત્વ પામ્યા પછી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય તે દેશવિરતિ પામે, એ સ્થિતિ