________________
૧૮૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
એ કરવા માગે છે? શ્રદ્ધા ખસેડવાની મહેનત કેણ કરી રહ્યા છે?
પદાર્થ પર પ્રીતિ અને શબ્દ પર પ્રીતિ આ જુદી વસ્તુ છે. અવિવકીની દષ્ટિમાં સારા સરતી સંપને ચાહનારા ધર્મ શબ્દને સારો ગણનારા ને એક સરતી ધર્મ ચાહનારા ખરાબ લાગે છે ત્યારે એક બીનશરતી ધર્મ ચાહનારા અને ધર્મ કહેવડાવવા માત્રથી ધમ દોરવાઈ જવાના નથી. સાચું સ્વરૂપ અને રીતિ જાણ પછી ધર્મ આદરીએ. બીનશરતી પણ અમારે તો ધર્મ જોઈએ, આગળ પાછળ કંઈ જેવું નહિ, તું દૂધ શરતી માગે છે કે બીનશરતી. બીનશરતી દૂધ લેવાવાવાળાને આકડા કે થોરીયાનું દૂધ લેવામાં ના કહેવાનો વખત જ નથી. ગાય, ભેંસ, બકરી કે આકડા થોરીયાના બધા દૂધ એકઠા કરી આપે તે તારે તે લેવાના જ છે. જે માપીને સંચા વડે જોઇને દૂધ લેવાની શરત કરશે તે આકડા કે શેરીયાનું તે નહીં લે, પણ બકરીનું નાખેલું પણ નહીં લે. દૂધ આવું હોય તો જ લેવું. એવી રીતે અહીં ધર્મ શબ્દની પ્રતિપત્તિવાળા તે બીનશરતી દૂધ સરખા, જે ધર્મ પદાર્થ પર પ્રીતિ રાખનારા શરતી દૂધની પેઠે સાચા પદાર્થને વળગી ચાલનારા છે. શાહુકારના ઘેર પાઈના હીસાબ માટે શેર તેલ બળે, તેને નામું શાહુકારીની શરતે છે અને શ્રદ્ધા સડેલાને ઘેર સેનિયાને ફેર હોય તે લખાવ-વટાવ ખાતે. સડેલાને ઘેર સેનૈયાના ફરકમાં વખત લેવાનો નથી. શાહુકારને ઘેર સવાકાના ફરકમાં શેર દીવેલ બાળે છે. બીનશરતી સં૫વાળાને, ધર્મવાળાને ધમ પદાર્થ પર પ્રીતિ નથી. આ ઉપરથી એક વાત નક્કી કરી શક્યા કે-શબ્દ પર આખા જગતને પ્રીતિ છે. પદાર્થ પર પ્રીતિ કેણ કરી શકે? જે શ્રદ્ધા, સત્ય અને શાસન એ શરતે ધર્મ અંગીકાર કરનારા હોય છે. આ ઉપરથી ધર્મની કિંમત સમજવા માગીએ તે ધર્મ નામથી નહીં પણ શ્રદ્ધા, સત્ય અને શાસન એ ત્રણના કિંમતીપણું ઉપર ધર્મની કિંમત સમજવાની છે. કોનું દૂધ અને કયું દુધ એ ઉપર દૂધની કિંમત છે. આ જગ પર શંકા થશે કેધર્મ રોજ પોકારે છે તે જરૂરી છે, પણ ધર્મનું જરૂરીપણું તે સાબીત કરે. એ તે સિદ્ધ વસ્તુ છે. તેને સાબીત કરવાની શી જરૂર છે, પણ ખરેખર સિદ્ધપણું તો રમ-રામાનું છે. ધર્મમાં સિદ્ધપણું ગળામાંથી