________________
પ્રવચન ૧૧૦ મું
[ ૧૭૯
પેલા સારથીએ પૂછયું કે, ઋષિ ! તમારે ક્યાં જવું છે? તેને જણાવ્યું કે મારે પોતાના આશ્રમે જવું છે, તેથી પેલાએ પરાણે તેને રથમાં બેસાડ્યો. રથમાં બેઠા પછી વકલચીરી પેલી બાયડીને પૂછે છે કેઋષિ! તમે કયા આશ્રમથી આવ્યા? પિલી બાયડી રથકારને પૂછે છે કે આ શું? આ મને ઋષિ કહે છે? રથકાર કહે છે કે-આને સ્ત્રી શી ચીજ એને પણ ખ્યાલ નથી. વકલચીરીના વિચારોમાં આ દુનિયાના માણસો કે જાનવરને ખ્યાલ હોય જ ક્યાંથી ? કશું જોયું જ નથી. જન્મથી જંગલમાં જ અને ઋષિપણામાં જ ઉછર્યા છે, જેથી વિષયોમાં અજ્ઞાત છે.
સંસારના ફાંસામાં સપડાયા પછી છટકવું મુશ્કેલ છે. * સડેલા દીક્ષિતે હજુ પતિત થાય પણ પ્રભાવિત દીક્ષિતને પતિત થવાને વખત જ નથી. બાળબ્રહ્મચારિણીની પવિત્રતાને નહિ સમજનારા આવું કહેવા તૈયાર થાય છે. જેમ કોઈ મુસલમાન કહે કે આ બિચારાએ માંસ-દારૂને સ્વાદ શું ચાખે કે જિંદગી લગી પરેજ રાખો છે. આ તો જુલમ થાય છે. એમ કહે તો તમે તેમ કરવા દેશે? જે વસ્તુ છોડવા લાયક હોય, તેને અનુભવ ન થાય, તેને અનુભવ ન કરે તે સોએ સો ટકા સારું છે. કેઈ પારસી કે મુસલમાન માંસ દારૂની ખરાબી સમજેતા થયા હોય તો પણ પાંચ ટકા છોડવા તૈયાર નથી. તમારામાં વિષય-કષાય ખરાબ ગણનારા કેણ નથી ? તમારા અનુભવથી જાણી શકો છો કે ફાં પડ્યા પછી છટકવું ઘણું મુશ્કેલ છે. વિષયકષાય હજુ તમને કરમના કઠેર વમળમાં કેવા નાખશે તે ધ્યાનમાં લીધું નથી. વિમળ સરોવરમાં એક વખત પણ વમળ ઉત્પન્ન થયું તે તેને પાણીના છેડે છેડો આવવાને. એવી રીતે આ જીવ આરંભાદિકમાં દોરાઈ ગયે તે તેને છેડે જિંદગીને છેડે જ આવે. તમારા વિષયવમળમાં સમ્યગૂ ચારિત્રરૂપ સ્તંભ ઉભું કરે તે વિષય કષાયના મોજાને તેના ઉપર ચડવાની તાકાત નથી, પણ આવા મજામાં સપડાએલા એ વિચાર કરી શકતા નથી. જેની વાંછા હું વારંવાર કરી રહ્યો છું એવા વિષયને સાગરોપમ-પલ્યોપમ કે પૂવડ સુધી દેવતાઈ કે મનુષ્યના સુખ, વિષયે મેળવી આપનાર હોય તે ધર્મ અને પુણ્ય જ છે, પણ