________________
પ્રવચન ૧૧૧ મું
[ ૧૮૩
ધર્મ ઉપદેશક ઉપદેશ્યનું સ્વરૂપ ન હોય તે પિલા દસ્તાવેજ અને આમાં ફરક શું? સંઘસત્તા ઉપર આવીએ. જૈનશાસનમાં સત્તા જેવી ચીજ નથી. તમારે ઘરેથી રોટલાને ટૂકડે લે તે સત્તાની રૂએ નડિં. સાધુના જીવન નિર્વાહ જેની ઉપર છે, જે વગર સાધુપણું ટકવું મુશ્કેલ, એવા ઘા, મુહપત્તી એ પણ તમારી પાસેથી સત્તાની રૂએ લઈ ન શકીએ. તમે ત્યાગ લેવા માગે, અમે ઉપદેશ કર્યો, તમે ત્યાગની પરિરણતિમાં આવ્યા છતાં તમારી પાસેથી લેવાની સત્તા નથી. ઈક્કારી -ભગવાન પસાય કરી સામાયક દંડક ઉચ્ચરાજી. પચ્ચખાણ આપે, આ વાકયમાં સત્તાની ગંધ કઈ જગો પર છે? ચાહે તે સાધુ તરફ કે શ્રાવક તરફથી સત્તાની ગંધ કઈ જગો પર છે. તમારા મકાનમાં રહીએ, તમને અડચણ ન હોય તે પણ અમે રજા વગર વધારે જગ્યા ન લઈ શકીએ. ખાલી પડ્યું હોય તે પણ અમારાથી રજા વગર ન લઈ શકાય. શ્રાવકોને અંગે વંદણામાં સત્તા નથી. ઈચ્છામિ ખમાસમણે હે ભગવાન! તમને વાંદવા ઈચ્છું છું. સાડાત્રણ હાથમાં આવવું તે પણ મને અવગ્રહમાં આવવા આદેશ આપો. સાધુ, સાધ્વી, શ્રાવક, ને શ્રાવિકા સિવાય સંઘમાં કઈ વસ્તુ નથી. આચાર્યની સત્તામાં સાધુ ખરા ને? સત્તામાં નહિં. ચતુર્વિધ સંઘમાં સત્તા જે શબ્દ છે જ નહિં? હિતબુદ્ધિથી કરેલ વિધાન, હુકમ કે સત્તા ન ગણાય.
જ્યાં સાધુને કે સાવીને સત્તા નથી, શ્રાવક કે શ્રાવિકાને સત્તા નથી, ત્યાં સત્તાનો સડો કઈ જગો પર? તમે કહી શકશે કે જે સત્તા ન હતી તે ગચ્છવાળાએ સંઘ બહાર કે તીર્થ બહાર શી રીતે કર્યો? બહાર કરવું એ સત્તાનું કામ. શ્રાવકોએ આજ્ઞા લઈને કરવું, એને અર્થ બળાત્કારથી કરાવતા નથી. આજ્ઞા લેવાથી સત્તા નથી, એમના વચનના આધારે પ્રવર્તવું છે. આપણે માગેલાના સૂચન તરીકે આપે છે. સંદિસહની આજ્ઞા માગી. માગેલી આજ્ઞા આપી, સત્તા તરીકે નહિં. તમે હુકમ માગી લે, સત્તા તરીકે કયારે હોય? જ્યારે માગવું પિતાના હુકમથી હોય ત્યારે. સત્તાને વિષય એ જ કે આટલું તમારે કરવું જ પડશે. શાસ્ત્રકારોએ વિધિ જણાવ્યું કે સામાયક લેવાવાળાએ આમ એલવું. એ સત્તા તરીકે નહિં, પણ આ વિધિએ લેવાય. આ વસ્તુ