________________
પ્રવચન ૧૧૧ મું.
[ ૧૮૫
તમે કાયદાની બાબતમાં જાણતા હે તે કહે કે ફલાણાને નાત બહાર મૂકીશું તે ગુનેગાર થઈશું, પણ ફલાણા સાથે અમારે વહેવાર ન રાખવે તેમાં ગુનેગાર નથી. વ્યવહાર ન રાખવે તે તમારી સ્વતંત્રતા, બહાર કાઢવો તે બળાત્કાર છે. તેવી રીતે અહીં શું કહ્યું છે કે જે નિન્દુ વિરોધીઓ થયા તેને અંગે આપણે સંઘની વ્યક્તિ તરીકે કંઈ વ્યવહાર કરે નહિ. જે સાધુને સંઘ બહાર કહેવામાં આવે છે, જે ગોઝા માહિલને સંઘ બહાર કર્યો. તેમાં વિસંગ” ની બાર વાતો છે. તેમાં વંદન ન કરવું, આહારપાણી ન કરવા, કથા ન કરવી. એવી બાર વાતે તેની સાથે કરવી નહિ. પોતાની પવિત્રતા રાખવા માટે પોતે જે વ્યવહાર કરતે હોય તે બંધ કરે તેને સત્તાનું રૂપ આપી શકાતું નથી. આ ઉપરથી સાધુ વિગેરે આચાર્ય કે તીર્થકર કોઈ પણ શાસનને અંગે સત્તા ચલાવનારી વ્યક્તિ નથી. કેમકે બીજાને સારે માગે લાવવા એ ફરજ પોતે સમજે છે. આવેલા જે આપણે ભરોસે રહે તો સારાથી ખરાબ રસ્તે ન જાય તેને ઉદ્યમ કરવાની જરૂર છે. ભવભવનું સુધારનાર એવો મફતનો ઉપગાર કરનાર તેને ઉપગાર કેમ ન માનીએ. સાધુની આખી સામાચારી ઈચ્છા મિચ્છા તહકાર ઈચ્છાકારેણ સંદિસહ ઈચ્છાકારી ભગવાન! વારંવાર આ શું? ઈચ્છકાર ઈત્યાદિ આ લાગતું હેય તે અહીં સમજજે કે-એક પણ વાતમાં સત્તાને સેટો શાસનમાં નથી. એક પણ ક્રિયા બેસે, ઉઠે કે સજઝાય, સ્વાધ્યાય ધ્યાન, હુકમ માને તેમાં પણ સત્તાનો સોટો નથી. અહીં શાસ્ત્રો સાંભળનારા એવા હશે છતાં એક બાજુ સત્તા નથી, એ કબૂલ કરીએ તે પણ જાતિ હીન મનુષ્યને બળાત્કારે પણ ધર્મ કરાવવાને હકક છે. પણ આજ્ઞાથી પણ કરાવવું, પહેલા મુખ્ય વાત લક્ષ્યમાં લઈ એ. જાતિવાને માટે ઈચ્છિાકાર સિવાયનું બીજું સ્થાન જ નથી. જાતિહીનામાં આવીએ. જાતિહીનને બળાત્કાર એ સત્તાની સેડમાં નહિ, પણ ઈચ્છાકારના ઉમરામાં છે. કારણ જેણે પહેલા ઈરછાકાર કર્યો છે, સર્વ સાવધને ત્યાગ કર્યો છે. આંખના હલન-ચલન સિવાય બધું ગુરુને સોંપી દીધું છે, એવાને માર્ગ ન સૂઝે તે દબાણ કરૂં તેથી તે સત્તાની સોડમાં નથી, પણ ઈચ્છાકારના ઊંમરાનું છે. એ અણસમજથી અવળે રસ્તે ઉતરી
૨૪