________________
૧૭૦ ]
શ્રી આગમોદ્ધારર્ક-પ્રવચન-શ્રેણી
કે ? ધર્મને નથી રૂપ, રંગ, રસ, ગંધ, નથી સ્પર્શ, ધર્મએ વસ્તુ આત્મામાં રહેવાવાળી આત્માની જ માલિકીની, તે સમજે કોણ? વહુતાએ ધર્મની કિંમત કરે તે જે ધર્મ સમજી શકે. તે લૌકિક લોકોત્તર દષ્ટિએ કેવી રીતે કિંમત આંકી શકાય અને આદરી શકાય? તે ધર્મ કરનારા ચાર શ્રાવકના દષ્ટાંતથી આગળ સમજાવાશે.
.
પ્રવચન ૧૧૦ મું. ભાદરવા વદી ૧૦ રવીવાર
લાખ વખત મેળવી આપનાર ધર્મ શાસ્ત્રકાર મહારાજા પ્રથમ જણાવી ગયા કે-આ સંસારમાં વસ્તુની કિંમત સમજે વસ્તુને એગ્ય ઉપયોગ કરી શકે, કિંમતના ખ્યાલ વગરને મનુષ્ય યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. જેને ખાવાલાયક પદાર્થ સિવાયનું બીજું લક્ષ્ય નથી, એવા બાળકને સોનું, ચાંદી, હીરે કે મોતી, લાકડું કે લોઢું આપો તે ચુસવાનું કામ કરે. એ બચ્ચાંને એક જ ખ્યાલ કે જગતમાં જે ચીજો છે તે બધી ખાવાના ઉપયોગમાં લેવાની છે. બોરની કિંમત જેટલી કરે છે તેટલી મતીની કરતું નથી. જાંબુ, બેર કેરીની કિંમત લાગી, મોતી, હીરા, સેનું, રૂપું બધા નકામાં લાગ્યા. કારણ? એની કિંમતને બાળકને ખ્યાલ નથી. પેટ ભરવું એટલે જ તેને ખ્યાલ રહ્યો છે. તે ખ્યાલ પણ કેવી મૂર્ખતાને? હીરા, સોના, ચાંદીથી ઢગલાબંધ બાર આવતે, પણ એને તે સીધા બાર જ જોઈએ. એ હરે ત્યે ને હીરાની કિંમત ઉપજાવે ને પછી બોરાં આવે, એ બચ્ચાંને પાલવતું નથી. આમાં તો હજુ બચું અજ્ઞાન-મૂર્ખ કહેવાય. આપણે તે સમજદારીના શેખર છીએ. કોઈ અણસમજુ કહે તે પગથી માથા સુધી સળગી જઈએ. આપણે બાળકની દશાથી એક તસુ જેટલા પણ આગળ વધ્યા નથી. તમે દુનીયાદારીને અંગે આહાર, શરીર, ઈદ્રિયે તેના વિષય અને તેના સાધનોની કિંમત સમજ્યા છે. બચ્ચે માત્ર ખાવામાં, તેવી રીતે આપણે પાંચ ચીજોને સમજ્યા છીએ. ખેરાક માટે લગીર વેલડું થાય તે ઉંચા નીચા થઈએ છીએ. વિષ