________________
૧૭૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કરતાં શીખે. તેવી રીતે અહીં ધર્મ પુણ્યના ચેકસી–ગુરુ પાસેથી સમજે તે પરીક્ષા કરતાં શીખે. જે ઝવેરીના સમાગમમાં ન આવે તે ૧૦૦ વરસને થાય તે પણ બેરને બાર જ સમજે, હીરાદિકને ન સમજે. તેવી રીતે અહીં ગુરુના પરિચય ને સમાગમમાં આવે તે જ ધર્મ સમજી શકે. જેમ બચ્ચે એકલા ખોરાકને સમજે છે, હીરાના ભેગે પણ ખોરાક લે છે. સેના, મોતી, ચાંદીના ભાગે પણ ખોરાક લે છે. તેવી રીતે આપણે પણ શાના ભાગે લઈએ છીએ. તપસ્યા, ધર્મ પુણ્યના ભેગે આપણે ખોરાકની દષ્ટિ સાચવી રાખીએ છીએ. માત્ર ખાવામાં તત્વપણું લાગે છે, પણ ધર્મ-પુણ્ય કેટલે રાક પૂરો પાડે છે, તે ખ્યાલ આવતે નથી. પહેલાં તો ખ્યાલ આવતો નથી. આગળ મોટા છોકરા લઈએ. જે ૧૫-૨૦-૨૫-૩૦ વરસના હોય, દાગીનાની કિંમત, હીરા, મોતી, સોના, ચાંદીની કિંમત સમજે છે, પણ જો જુગાર, રંડીબાજીમાં ઉતર્યો તે શી દશા થાય? કિંમત નથી સમજતો તેમ નથી, પણ એ મોતી, હીરા પોતે કેટલા વિષયો મેળવી શકે? પણ એક વિષયને આધીન થએલો આખું ઘર ખાલી કરે છે. જુગાર, રંડીબાજી કે કઈ પણ વ્યસનમાં પડ્યા પછી આ સ્થિતિ થાય છે. કિંમત સમજે છે, પણ એક વસ્તુ મગજમાં નક્કી કરેલી છે, કે ચાહે જેને ભેગ આપવો પડે પણ આ વસ્તુ મારે કરવી છે. નિર્વિવેકીને ધર્મ, પુણ્ય જવાનું હોય તે જાય ને રહેવું હોય તે રહે, પણ મારે ખાવું તે ખાવું, રંડીબાજી કરવી, દારૂ પીવે, જુગાર વિગેરે કોઈ પણ ભોગે કરવાં, કઈ પણ ભોગે મારે ખોરાક લેવો, લેવો તે લેવો. શરીર લગીરે ઘટી જાય તેવું આંબેલ, એકાસણાં છોડી દઈશ. ૧-૨ દેરાવા શરીર ઘટી ગયું તેટલા ખાતર ધર્મ છોડે છે તે કેવો છે? ભવભવ સુંદર શરીર આપનાર શુદ્ધ સંઘયણવાળા શરીરને દેનાર યાવત્ દેવતાઈ શરીર આપનાર માત્ર આ ધર્મ જ છે. “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા” અત્યારે મળ્યું તે ભવિષ્યની શી આશા? આમ નાસ્તિકે પરભવને ખસેડે છે અને ઉપદેશ કર્યા કરે છે. આ ભવ મીઠા કહીને ખસેડે છે પરભવને. આપણે વર્તમાન ક્ષણને પકડીએ છીએ, પણ ભવિષ્યના કાળને પકડતા નથી. આજ ઉપવાસ કર્યો કાલ તે ખાવાનું મળવાનું છે, એવો સંતેષ