________________
પ્રવચન ૧૦૯ મું
[ ૧૬૯
કરવા તૈયાર નથી. માત્ર સંપના બણગા ફુકે છે. એના અમલની વાત કયાંથી લાવવી? મૂળ ત્રણ કારણોને અમલ કયાંથી લાવે? જગતમાં સંપ શબ્દને પ્યાર છે. સં૫ શબ્દ બધાને વડાલે છે, પણ પદાર્થ ઘણો કિંમતી અને કેઈ ભાગ્યશાળી પાસે આવનારે. એવી રીતે ધર્મ શબ્દ સર્વને વહાલે લાગેલ હોય છે. ધર્મિ હોય તે હાથ ઊંચે રાખો તે કોણ હાથ ઊંચો ન કરે? હાથ નીચો કઈ ન રાખે, કારણ આ બધા ધર્મના કારણોને સમજી ગયા છે? કારણોને અમલમાં મેલવાવાળા છે? છતાં સંપના કારણેને ન સમજવા છતાં દરેક સંપની ચાહનાનો ઈલ્કાબ લેવા તૈયાર છે. તેવી રીતે ધર્મનું સ્વરૂપ અને કારણે કયા, તેને અમલ કેટલો કરે છે તે વિચારવામાં કોઈ તૈયાર નથી. છતાં ધમ શબ્દની પ્રીતિ વ્યાપી ગઈ છે માટે કોઈ અધિર્મિ કહેવડવવા તૈયાર નથી. પોલીસે ફરિયાદ નોંધાવી, વાદી તરફથી પુરાવા રજુ થયા, કેરટે ચાર્જ કરી, ગુનેગાર મા, આણે ખૂનનો ગુનો કરે જ છે, છતાં આરોપી જે વખત ઉભો થાય છે તે વખત એક જ બોલે છે કે હું મને બેગુનેગાર જાહેર કરું છું. મારા પુરાવા મારે વકીલ આપશે. ગુને કર્યો છે, કેરટે માન્યું છે, જેમાં બચાવ કરી શકાય તેવું નથી, છતાં વકીલ એક જ વસ્તુ તેના મોંમાં મૂકે છે કે, “હું બેગુનેગાર છું” મારા પુરાવા વકીલ આપશે. જે છૂટી શકે એ નથી, છતાં પોતે પિતા માટે બેગુનેગારીના વચન કહે છે. આટલું કહેવા માત્રથી કેરટ બેગુનેગાર માની ત્યે તે તેના જેવી આંધળી કેરટ કઈ? આવી રીતે ધર્મને નાશ કરવા પ્રયત્ન કરે ને તે ધર્મ માટે કરીએ છીએ; પાંજરામાં ઉભેલ, સાબીત થએ તે બેનેગાર જણાવે છે, તે માનનાર કેરટ કેવી ? જે ધરમનો નાશ કરનારા અમે ધરમની ધગશવાળા છીએ, તે ધગશવાળી વ્યક્તિની કેરટ કિંમત ગણે નહિં. આવી રીતે કેરટ અધમ અવસ્થાએ પહોંચેલા ખૂનીના બેગનેગાર શબ્દની કિંમત ગણે છે. તેવી રીતે આપણે સંતોષ લેવાને કેજગત માત્રને શબ્દ થકી તે ધર્મ વહાલે છે. નહીંતર ધર્મના નાશકધર્મવંસકે પોતાને ધમ કહેવડાવવાને બહાર પડતે જ નહિ. આથી ધર્મ શબ્દનો પ્યાર રહેલો છે. ધર્મ શોદ જુદી ચીજ છે ને ધર્મ પદાર્થ જુદી ચીજ છે. ધમ પદાર્થ ? લાલ, લીલો, પીળો, વાદળી ૨૨