________________
પ્રવચન ૧૦૦ મું.
' [ ૫૯
પારણું વખતે શી વલે હોય? તેવે વખતે પણ એ મનુષ્યને ભોજન તરફ કેવી પ્રીતિ હેય? જેનાથી એક ઉપવાસ બનતું નથી, ત્રણ ઉપવાસ કર્યો હોય એવો મનુષ્ય ખાવા માંડે તે વખતે ભેજનમાં કે લીન હોય? પાસે પડેલી મોતી કે ઝવેરાતની પિટલીમાં લગારે બેદરકારી કે ઉપેક્ષા હોય ખરી? તેવી રીતે દુનિયાદારીમાં પ્રવર્તેલો રાજ્ય કરતો હોય છતાં પણ દેવ, ગુરુ કે ધર્મની વાત આવે તે વખતે રાજ્ય જવું હોય તો ભલે જાય, કુટુંબ વિરૂદ્ધ પડતું હોય તે ભલે પડે, દુનિયાની નીતિનું નખોદ જાય તો ભલે જાય, પણ જીવન મોતીની પિોટલીની માફક દેવ, ગુરુ, ધર્મરૂપ તવત્રયીને કોઈ દિવસ બાધ આવે ન જોઈએ, જેમ શ્રેણિકે કુટુંબના ક૯પાંત પણ સહન કર્યા, ભયંકરમાં ભયંકર ગુહે પતે જવા દીધે, છતાં ઉત્તમ જીવનમતીની પોટલી પર પ્રીતિસમાન તપ્રીતિ ખસી નહિં.
શ્રેણિકની તસ્વપ્રીતિ તમને યાદ હશે કેમેતારક મુનિને શ્રેણિક મહારાજે કન્યા પર ણાવી છે. મેતારજ મુનિ મહારાજા શ્રેણિકના જમાઈ છે. એ મુનિ સોનીને ત્યાં ગોચરી આવ્યા છે. સોની શ્રેણિક માટે ત્રણે કાળ સોનાના એક સે આઠ જવલા પૂજા માટે તૈયાર કરી દે છે. શ્રેણિક ત્રણકાળ જિનેશ્વરનું પૂજન કરતાં સાથીઓ ૧૦૮ સેનાના જવને કરે છે. દેવને સેનાના જવ હોય તો એ શું કે અનાજના જવ હોય તો પણ શું? આવું બેલનારા, દેવદ્રવ્ય કલ્પિત છે એવું બોલનારા, આચાર્યોએ દેવદ્રવ્યની ઝાળ ઉભી કરી છે–એવું બોલનાર હોય તેમણે ધ્યાન રાખવું કે–મહારાજા શ્રેણિક ત્રણકાળ પૂજન કરે છે. એમને ઉપાધિ નહીં હોય? રાજા એટલે ઉપાધિમય આત્મા. તમારે એકના પાંચ ઘર થાય તે કાયર કાયર થઈ જાઓ છો, રાજા નિરૂપાધિ હતો તેમ સ્વને પણ કપી શકે છે? ધર્મની કિંમત ઉપાધિને છોડવામાં છે. નાણુની છૂટ વખતે અને કાઈસીસ–પૈસાની તંગી હોય તે વખતે ધીરેલી રકમમાં ફરક છે? હમણે છૂટ નથી માટે નહિં આપું—એવું કહેનારને કે ગણો છો? અરે ફલાણા ભાઈને આંખમાં શરમ નથી-એમ બેલે છે ને? લગીર ઉપાધિ આવી એટલે પૂજા નહિં બને? પડિક્કમણું કયાંથી કરીએ?