________________
૧૩૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી શી દશા થાય? એમને ફરસના ત્યાંની જ હશે એમ વિચાર થયો. પૂજામાં રાત્રિ જાગરણમાં ભાવના ભાવીએ છીએ, પણ એક દિવસ જૂઠી રીતિએ કલ્પના તે કરે? પ્રતિકમણુમાં તમે એક બે ત્રણ વખત આદેશ માગે તે ન મળે તે આપણે હવેથી આદેશ માટે જ નહિં. આ કઈ દશા થાય છે તે તપાસો. ખાનારે પેટ ન તપાસે ને મેંઢામાં નાખવાનું જ સમજે તેને કે કહે? તમે હરેક ધર્મ આચરણમાં આત્માને ન તપાસો તે તમે કેવા ગણશો? એક નિર્ણય પૂછવા આવ્યા. પિતાને અનુકૂળ લાગતે આવે તે ઠીક પણ તેથી ઉલટું એટલે જે ખરૂં તત્વ હોય તે જ કહે તે વખતે મારા મનનું માનીતું ના કહે તે મહારાજ નહિં. શાસ્ત્રોનું તત્વ કયાં?
ગૌતમસ્વામી અને આણંદના અવધિજ્ઞાનને પ્રસંગ * ગૌતમ અને આણંદ શ્રાવકને પરસ્પર મળવાપણું થયું છે. ત્યાં કઈ વાતપ્રસંગે ગૌતમસ્વામિ કહે છે કે આવું અવધિજ્ઞાન ગૃહસ્થને હોય નહિ, છતાં આવીને ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછયું. તે પ્રભુએ આણંદ શ્રાવકનું અવધિજ્ઞાન ખરું કહ્યું ને ગૌતમસ્વામીને મિથ્યા દુષ્કૃત દેવા જણાવ્યું. ગૌતમ સરખાને મહાવીર ભગવાને આ જણાવ્યું કે-વારે મિચ્છામિ દુક્કડ દે. ગૌતમની જગ પર આપણે હાઈએ તે ગુરૂને કહી દે કે તમારી સેવામાં ધૂળ પડી. તમારા શાસન માટે અગીઆર અંગ, બાર ઉપાંગ રચ્યા તે મારે માટે કંઈ નહિં. તમારા જેવા ભારે કમી હોય તે મહાવીરની ધૂળ કાઢ્યા વગર રહે નહિ, તે મહાપુરૂષને સત્ય કહો તે જ જોઈતું હતું. તે માટે ગૌતમ સરખાને પણ મરતે કણબી-આણંદ તેનું સાચું છે ને તારૂં જૂઠું છે, એવું કહે તે ગૌતમથી સહન કેમ થયું હશે? આણંદ શ્રાવક ખેડૂત ગૃહપતિ પાંચસે હળેથી ખેડાય એટલી જમીન માલિક અણુસણ કરીને બેઠા છે. મરણના મેઢામાં રહેલા કણબીને સાચો ઠરાવ ને શાસનને ધોરી પિતાની જમણી ભુજા એવા શાસનના જોદ્ધા શ્રી ગૌતમસ્વામી મહારાજ તેને જૂઠા પાડવા, આ વખતે તેની દશા કઈ ગણીએ? જે સત્યના ખપી ન હઈએ, અસત્યની ધૃણા વગરના ન હોઈએ મારું સાચું એવી બુદ્ધિવાળાને એમ જરૂર થાય કે મહાવીરે વિચાર્યું