________________
૧૪૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી પડે કે મારા રાજ્ય પર લશ્કર ચડી આવ્યું, પિતે વૈકિયલબ્ધિવાળો હોવાથી વૈક્રિય લશ્કર ઉભું કરે. તે વખતે કાળ કરે તે રાજ્યની ઈચ્છા રૌદ્રધ્યાન વિગેરે કારણોથી તે જીવ નરકે જાય. વિચારજો! માત્ર ઈચ્છાથી. હજુ દેવ, ગુરૂ, ધર્મના ભોગે ઈચ્છાની વાત નથી. સ્વતંત્ર રાજ્યની, દેશના વિષયની કે સુખની ઈચ્છાથી તે ગર્ભમાં રહ્યો થકે જીવ નરકે જાય છે. આ ઉપર વિચારજે કે-ગર્ભમાં રહ્યો થકે કેટલા અધમ વિચારો ધરાવે છે કે, જેના પરિણામમાં નરક મળે છે.
દેવ, ગુરૂ ધર્મના ભોગે માગનારા તે કઈ ગતિના ધણી? આ ઉપરથી સમજી શકીએ કે ગર્ભમાં રહ્યો થકો પણ કર્મના હલ્લાને ભેગ થઈ જાય છે. કર્મનાં હલ્લામાં દરેક વખત ઘવાય છે, પણ તેને સામા થવાની સત્તા ૧૬ પહેલાં પણ મળવી ન જોઈએ, તે મળતી નથી. મુગ લાઈની ચારે બાજુ જમાવટ થએલી હતી, તે વખતે મોટા રાજે જે અંત:કરણથી મેગલાઈને ધિક્કારતા હતા, પણ મેગલાઈની વ્યાપક તાને અંગે કંઈ પણ કરવાની સત્તા ધરાવતા ન હતા. કેઈ શાણો રજપુત મુગલાઈસત્તાની સામું માથું ઉંચકવાની સલાહ કેઈને આપે નહિં. તેવી રીતે અહીં કર્મની ૧૪ રાજલકની અંદર વ્યાપેલી સત્તાની અંદર સડવું થતું દેખે, તેના હલ્લામાં બેહાલ થતા દેખે તે પણ કર્મ સત્તાની સામા થવાની સત્તા આપે નહિં. એ શું વ્યાજબી છે? આવું તમે કહી શકે પણ શાસ્ત્રકાર એ વાત કબૂલ કરતા નથી. શાસ્ત્રકાર કયા પક્ષના છે. એ એ પક્ષના છે કે- આત્મા પિતાની સત્તા ફેરવે તે ચૌદ રાજલોકની સત્તા કાચી બેઘડીમાં ઉખેડીને ફેંકી દે. જે વખતે જીવ ક્ષપકશ્રેણિની શમશેર હાથમાં લે તે વખત ચૌદ રાજલોકના અરે નરકના નિગોદના જે જીવે છે તે બધા જીવના કર્મો સામા આવી જાય તે તે બધાને ૪૮ મિનીટની અંદર અંત આણી દે, એટલી આત્માની તાકાત છે. તે તાકાત જાણનારા-માનનારા એવા શાસ્ત્રકારો તે જીવને કર્મ સત્તાના જોરને દબાવવા ઉપદેશ દે નહિં? તે માટે જ ગર્ભમાં રહ્યા થકાં દેવલોકમાં જવાનું જણાવી દીધું.
ગર્ભમાં રહેલો જીવ દેવલેકે કયા કારણે જાય? પિતાની માતા જિનેશ્વર ગણધર શ્રુતકેવલી આચાર્યાદિક પાસે