________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૫૧ ઘાતિ વગર ગતિ-જાતિ આદિ અઘાતિ ન બંધાય.
બીજી વાત આપણે એમ માનનારા છીએ કે-કેટલીક વખત કમ અંધાતા બંધ થઈ જાય, પણ પહેલાના બંધાએલા કર્મો તે તેનું કામ છોડે નહિં. કેવળજ્ઞાની થઈ ગયા, હવે આત્મામાં જ્ઞાનાવરણીય બંધ, -ઉદય કે સત્તા કેઈપણ પ્રકારે નથી, દર્શનાવરણીય, મેહનીય અને
અંતરાય. આ ચાર ઘાતિકર્મો કેવળજ્ઞાનમાં મુદ્દલ નથી. છતાં બહારના નિભાડાને અગ્નિ સાફ ઓલવાઈ ગયે. અગ્નિનું નામ નિશાન નથી. અગ્નિ નાશ પામવાથી અગ્નિએ પકવેલી ચીજને પાક ચાલ્યા જતા નથી. તેવી રીતે જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતિકર્મો કેવળીના નાશ પામ્યા છતા તે ચારેએ બનાવેલી બનાવટ કેવળીના આત્મામાંથી ગઈ નથી. કેવળી થયાં છતાં મનુષ્યગતિ વેદે છે, પચેંદ્રિય જાતિ, ઔદાર રિક શરીર, અંગોપાંગ સંઘયણ, સંસ્થાન વર્ણાદિક ચાર વેદે કે નહિં? તે કેના બનાવેલા છે? ઘાતિકના જ બનાવેલા છે. તે ઘાતિકમ ઉદયમાં ન હોય તે કઈ પણ ગતિ આયુષ્ય શરીર અંગોપાંગ નામ કર્મ બાંધતું જ નથી. ગતિ વિગેરે બાંધેલા કર્મોએ બંધાવનાર જ્ઞાનાવરણીય વિગેરે ચાર ઘાતિકર્મ ચાલ્યા ગયા છતાં હજુ પોતાનું કાર્ય કરે છે. બાપ મરી જાય તેથી બેટ નથી મરી જેતે. એવી રીતે અઘાતિ કર્મને બાપ ઘાતિકમ હતું. એ ઘાતિકર્મ બંધ ઉદય ઉદીરણ સત્તામાંથી ચાલી ગયું છતાં તેના મેહના ઉદયને લીધે જે કર્મો બાંધેલાં હતાં તે કર્મો ખસ્યા નહિં. હવે નિજેરાની અપેક્ષાએ વિચાર! ધાતિની અપેક્ષાએ સર્વથા નિર્જરા થઈ ગઈ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયને સર્વથા ક્ષય થયે. તમારા હિસાબે કેવળજ્ઞાની થયા એટલે અર્ધો મેક્ષ થયા. ચાર કર્મથી સર્વથા પ્રકારે મોક્ષ થયા છતાં હજુ તેનું પૂછડું નાશ પામ્યું નથી. અઘાતિ ચારે કમ તે ઘાતિનું પૂછડું છે. કર્મો એવી રીતે ક્ષય થવા જોઈએ કે જે પિતે બંધાદિકથી નાશ પામે તેટલું નહિં, પણ તેના કાર્યોના કારણે સર્વથા ક્ષય થાય તેનું નામ મોક્ષ. નિર્જરા એટલે બંધ ઉદય ઉદીરણ ને સત્તામાંથી કાઢી નાખવા, એટલું જ માત્ર નિર્જરાનું તત્વ, મોક્ષનું તત્વ કર્મ કાઢવા તેને આધારે થએલા અને બીજા વિપાકોને પણ