________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૫૯
આવેલા કર્મને નાશ કરનારૂં કોણ? સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રની તાકાત આવેલા કર્મો નાશ કરવામાં નહીં ત્યારે કેવળ તે તાકાત તપસ્થાની. પછી બાહ્ય છે કે અત્યંતર છે, ક્રિયારૂપ હો કે મનના પરિ. ણામરૂપ હે–એટલે ધ્યાનરૂપ છે, બાંધેલા કમને ક્ષય કરનાર જગતમાં કેઈપણ હોય તો કેવળ તપસ્યા છે. જો આવું જબરજસ્ત તપ મોક્ષ મેળવી આપનાર છે, તે પછી સમ્યગુદર્શનાદિ ત્રણને જ ધમ કેમ કહ્યો? જે ધર્મ આત્માના કબજાને હરાવ્યું તેમાં ત્રણ જ કહ્યા ને જે તપસ્યા મોક્ષને મુખ્ય પાયે તે કેમ ન જણ ? વાત ખરી છે. ચારિત્ર જેવું લીધું છે, તેવી તપસ્યા લેવી જોઈએ, પણ અહીં સંવરના ભેદમાં ગણુએલું ચારિત્ર લેતા નથી. વ્યવહારમાં કહેવાતું ચારિત્ર લેતા નથી, પણ ચારિત્ર મેહનીયના પશમાદિકથી થતી આત્માની પરિશુતિ તે સંવરરૂપ હેય ને તપસ્યારૂપ ચારિત્રથી પણ હેય. નવપદની પૂજામાં કહે છે કે-ચય તે આઠ કર્મને સંચય રિક્ત કરે છે તેહ” આઠ કરમના સંચયને ખાલી કરનાર-નિર્જરા કરનાર તે ચારિત્ર, તેવું ચારિત્ર અહિં લીધેલું હોવાથી તપસ્યાને જુદી લેવાની નથી. સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મ આત્મામાં રહેલો છે. કેટિધ્વજને છોકરે કોહિનૂરથી રમે છે, છતાં તેની કિંમત નથી. તેવી રીતે ધમની કિંમત લૌકિક લોકોત્તર એ બંને રીતે સમજવાની જરૂર છે. તેનું સ્વરૂપ કેવી રીતે બતાવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૦૯ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૯ શનિવાર મુંબઈ બંદર
શબ્દ અને પદાર્થની પ્રીતિ. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે ધર્મ એટલે નામથી પ્રસિદ્ધ છે. તેટલે વસ્તુ તરીકે પ્રસિદ્ધ નથી. નામ અને વસ્તુમાં ક ફરક છે, તે સમજવાની જરૂર છે. સામાન્ય રીતે નામની સાથે