________________
પ્રવચન ૧૦૯ મું
,
[ ૧૬૩
કલઈમાં ને ચાંદીમાં, પિત્તળમાં ને સોનામાં શું સમજે? જે એ સમજ ન હોય તે મળેલી ચીજનું રક્ષણ વાલીઓએ કરવું. એ તમારી ફરજ. છોકરૂં સાચા કે જૂઠામાં ભેદ સમજતું નથી, એથી તમે કઈ ફરજે બંધાયા? ત્યાં આગળ રક્ષકકર્તા તરીકે ઉભા રહેવું પડે, માલિકને બેલાવવા પડે. અને છોકરાનું રક્ષણ કરી સોંપવો પડે, એ વખતે સરકારને કહે કે, અમને હીરા, મોતી, સોનું, ચાંદી પહેરવા મળે નહીં, તે આ છોકરો શાનું પહેરે? એમ કહી શકે? જે નાના બચ્ચાને પિતાના નશીબથી મળેલું હીરા, મોતી, સોનું, ચાંદીનું ઘરેણું અજાણ્યા મળ્યું, એ સમજાતું નથી, હજુ સાધુપણામાં શું સમજે છે? નાના સાધુને થીએટરમાં-સીનેમામાં કેટલા જોયાં? ચોમાસાના વરસાદમાં દોડી જતા કેટલા જોયા? બાયડી જોડે થઈને નીકળી તે જુએ? એવી રીતે પેલા છોકરાને કાચને દાગીને આપી જુઓ, સાચા મોતીનો લઈ મણને આપી દ્યો, એને કંઈ પણ ખબર નથી, એ તો એના મા-બાપ કિંમત જાણે છે. કિંમત છોકો જાણતો નથી, તેટલા માત્રથી છોકરા પાસેથી દાગીના પડાવી લેવાને, ઝુંટવી લેવાને હક્ક નથી. એને દાગીને એના નશીબે મળેલ, અજાણપણુમાં મળેલ તે લઈ લેવાનો તમારે હકક નથી. કેટિધ્વજની બાયડીને પેટે છોકરો જન્મે તે કેવી સમૃદ્ધિમાં આવ્યો છે તે છોકરે સમજે છે? કંઈ નહિં. માટે રાજા કે કટિધ્વજને ઘેર જન્મેલા છોકરાને ચંડાળને ત્યાં મૂકી દે. જન્મેલો શું સમજે છે? નથી સમજતો મા કે બાપ, નથી સમજતો રાજસત્તાને, રાજઋદ્ધિ રાજકુટુંબ કે રાજ-રૈયતને કંઈ પણ સમજતું નથી. કોઈ કાયદે એવો નથી કે કઈ કંઈ ન સમજે તેની ઉપર તેના રક્ષણ માટે કદાચ રિસીવર અગર વાલી નિમવાનો હક્ક જગતમાં કેરટને છે, પણ વસ્તુ ખૂંચવી લેવાનો હક્ક કઈ પણ રાજ્ય કે ધર્મને નથી. અણસમજુ બાળકને કિંમતી દાગીના પહેરાવે છે કે નહિં?
અહીં નાનાઓની થતી દીક્ષામાં એક કરી શકો કે–વડેરા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક વિગેરેથી જુદો ન પાડવા દેવો. જુદા પાડવાને વખત ન આવે એ બંદોબસ્ત કરવાના હક્કદાર છો. એકલાને જુદો રખડવા ન ઘો, સજનને હક્ક કેટલે? અજ્ઞાન પણે અણસમજમાં