________________
પ્રવચન ૧૦૯ મું.
[ ૧૬૧
એ જણા? કારણે પૂછીએ ત્યારે મેતીયા મરી જાય છે. સંપ, સંપ સાંભળીને ચલાવતા હોય પણ શાથી થાય તેને ખ્યાલ સુદ્ધા ન હોય. કેટલાક ખ્યાલવાળા કેવા નીકળે કે–ચાહે તે કુટુંબ, ગામ, નાત, દેશમાં સંપ ત્રણ રસ્તે જ થાય. બીજાને ગુને માફ કરતાં શીખો, બીજાના ગુનાની ગાંઠ ન બાંધે, કુસંપના ગુનાની ગાંઠ કઈ? થએલ ગુના ગાંઠે બાંધવા એ જ કુસ્પની જડ. ગુનાની ગાંઠ ન બાંધવા ઉપર ઢષભદેવ અને
પાશ્વનાથના પ્રસંગે ભગવાન ઋષભદેવને બાર મહિના સુધી લોક હાથી, ઘોડા, રથ, રતન, હીરા, પન્ના, મુગીયા, અરે કન્યાઓ આપે છે, પણ કેઈને ખોરાક આપવાનું સૂઝયું જ નહિં. આ એ લોકેના વિવેકની ખામી. જ્યારે બાર મહિના સુધી વિવેકની ખામી રહી, ત્યારે ભગવાનને ભૂખે રહેવું પડયું, છતાં લોકોને ઠપકાર્યા કેમ નહિં? ગુનાને ગાંઠે બાંધ એ ધર્મિોને રિવાજ નથી. એ તે અવિવેક હતો, પણ ગુને ન હતું. ભગવાન પાર્શ્વનાથ કાઉસ્સગમાં છે. કમઠ વરસાદ વરસાવે છે, નાક સુધી પાણી આવે છે, તે વખતે ધરણેન્દ્ર આવી ઉંચા લઈ લે છે. પેલાએ તે મરણાંત ઉપસર્ગ કર્યો. ભગવાને તેને ગાંઠે કેટલે બાંધ્યો ? આ ઉપરથી પેલા અવિવેકી અવિનીત કમઠનું અનુમોદન કરીએ છીએ તેમ ન સમજશે. તે કાર્ય તે સર્વથા નિંદનીય છે, પણ થએલા નુકશાનની ગાંઠ બાંધવા માત્રથી તે મહાપુરૂષનું તે કાર્ય સુધરતું નથી. કમઠે મરણાંત ઉપસર્ગ કર્યો. ધરણેન્દ્રના આવવાથી કહો કે ઉપસર્ગ કરવાથી થાકી ગયે કહો. અગર કંઈ પણ કારણ ભે, પણ અંતે કમઠને વસ્તુ સ્થિતિનું ભાન થયું. કેવળ ગુનેગાર પહેલાં ભવથી વિચારું તે હું જ ગુનેગાર થતે આવ્યો છું. આ તદ્દન નિર્ગુનેગાર છે. દરેક ભવમાં નિર્ગુનેગાર છતાં દરેક ભવમાં ઉપદ્રવ કરનાર, પહેલા ભવમાં પાર્શ્વનાથજી મહારાજને જવ અને કમઠ પરસ્પર એક બીજા સગા ભાઈ હતા અને તે કમઠ વ્યભિચાર આદિ ખરાબ સ્થિતિમાં આવ્યું. પાર્શ્વ નાથજી કે જેનું નામ પૂર્વભવમાં મરૂભૂતિએ કમઠના જીવને ઠપકો દીધે. દુનીયામાં કંઈક હલકે પડ્યો. રાજા સુધી વાત પહોંચી, અને ઘરબાર