________________
૧૫૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણ કહીએ છીએ, તેમાં મેક્ષ નામનું તત્વ માનીએ છીએ. મોક્ષ એટલે બધા કમનો ક્ષય. આ સંસારમાં કઈ તે પ્રાણી નથી કે જે દરેક સમયે બધા કર્મને ક્ષય કરતો ન હોય. ચાહે સૂક્ષ્મનિમેદને ત્યા, સર્વાર્થસિદ્ધ , દેવલોકને યે કે જે દરેક સમયે આઠ કર્મને ક્ષય ન કરતે હેય. દરેક જીવ આઠ કર્મ દરેક સમયે ભોગવે છે કે નહિ ? ચાર ગતિમાને જીવ આઠ કર્મ ભગવ્યા સિવાય હોતો નથી. જે. દરેક છે આઠ કમ ભગવે છે, જેમનામાં કર્મ છે તેમને એક એ જીવ નથી કે જે આઠ કમને ક્ષય ન કરતે હોય, વિપાકે અનુભવ્યા તેની નિશ્ચય નિર્જરા. કર્મના ફળ ભોગવવા ને અનુભવે એટલે નિર્જરા થાય. દરેક સમયે જીવ આઠે કર્મથી મૂકાય જ છે. ચાહે મિથ્યાત્વ ગુણઠાણામાં હોય કે સમ્યક્ત્વ કે સાધુપણામાં હોય, દરેક સમયે આઠ કર્મ તેડે છે. મોક્ષનું આવું સ્વરૂપ માન્યું કે બધા કર્મ સર્વથા ત્રુટવા જોઈએ. જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મો બધા ગુટી જાય, ન રહે સંબંધમાં, ઉદયમાં કે સત્તામાં, ત્યારે અમે મોક્ષ માનીએ. કર્મોનું ગુટવું એ નિર્જરા તત્વ છે, તે નવતત્વ માનવાની જરૂર નથી. થોડાં થોડાં કર્મને ક્ષય તે દેશનિર્જરા, બધા કર્મને સર્વથા ક્ષય થાય તેનું નામ સર્વનિર્જરા. કર્મનો ક્ષય થવો તે નિર્જરા માને તે નવમું તત્વ માનવાની જરૂર નથી. તે સંવર નિર્જરા તત્વમાં આવી, જાય છે. મોક્ષ એ તત્વ તરીકે રહી શકતું નથી. ત્યારે કહે છે કેનિર્જરાનું કામ માત્ર આવેલા કમને તેડવા પણ ભવિષ્યમાં નવાં કર્મ નહિં થવાની તાકાત એ નિર્જરામાં નથી. નિર્જરાની તાકાત એવી માને તે જગતમાં નિર્ભર રહેશે નહિં. જ્ઞાનાવરણીય ત્રુટયું, પાછું તે બાંધી લે છે. દર્શનાવરણીય વિગેરે ગુટે ને ફેર બાંધી લે છે. જે જે કર્મની નિર્જરા ગણે છે તે ફેર બંધાય છે. આત્માના પ્રદેશથી જુદા પડ્યા તો નિર્જરા માને છે, નિર્જરા કરેલા કર્મ ફરી ન બાંધે એ નિયમ નથી. મોક્ષનું નામ સર્વનિર્જરા રાખીએ તે ફેર નિર્જરા ન થાય, એવી બંધણી રહી નહિં. સંવરમાં એ નિયમ નથી કે-હંમેશ માટે આવતા રોકાય, ભવિષ્યમાં કર્મો આવે નહિં, તેવી રીતે કર્મનું ત્રુટવું એ એક વાત.