________________
૧૪૬ ].
શ્રી આગદ્ધારક પ્રવચન-શ્રેણી
ગળે ફસામાં કયાં સુધી ? દોરડું તેડે નહિ ત્યાં સુધી. તૂટેલું દેરડું તુટીને ગળામાં લાગતું નથી. માને ગળાફાંસે તેડ્યો તૂટતે નથી. આપણે મોહરહિત થઈએ, માતા તરફ માયા-મમતાની દષ્ટિ ન રાખીએ તે પણ માતા મોહને, માયાને છેડતી નથી. હાસાપ્રહાસાના માદલીયા જેવો મોહ છે. પેલો વિદ્યન્માલી ધક્કો મારી ખસેડવા માગે છે, પણ ગળે વળગે છે. પિતે વૈરાગી થઈ છેડી દેવા માગે તો કૂદી કૂદીને ગળે ઢાલને ફાંસે પડે છે. હવે એનો ઉપાય શું? એક જ ઉપાય. ફાંસાવાળાને એવી મુશ્કેલીમાં મૂક કે તે ફાસો નાખવા તૈયાર થાય જ નહિ. આ તત્કાળનો જન્મેલો છોકરો વિચાર કરે છે. આત્માને વિશ્વાસ થાય ત્યાં એક પણ ચીજ મુશ્કેલીની નથી. હવે માતાનો મોહ મુશ્કેલીમાં કેમ મેલ, મનુષ્યમાત્રને મોહ ટકે કયાં સુધી જ્યાં સુધી મુંઝામણમાં જાય નહીં ત્યાં સુધી. માને મુંઝામણમાં મૂકવી. માતાની ભક્તિ લૌકિક રીતિએ જરૂરી ગણી હોય, તે ભક્તિને અંગે ધર્મને ભોગ આપવાનો વખત આવે ત્યારે આગળ કરનારા વિચારજો! વજ. સ્વામી માતાને મુંઝારામાં નાખવા માગે છે. “વારાનાં રિ વઢ” બાળકનું બળ રોવામાં. રેવું શરૂ કર્યું. હવે માતા મારો કરે કહે ભલે, પણ એની તાંત કયાં છે? મને મોજ કરાવે, માબાપ છોકરાને,. સ્ત્રી ભર્તારને, ભર સ્ત્રીને મોજ કરાવે, પણ બધાની તાંત કયાં છે? એ તાંત તેણે તેડવા માંડી. જે માતાની સુખની ઈચ્છાઓ કુરે તે પહેલાં દુઃખના દરીયા ડૂબાડવા ઉપાય કર્યો. હવે સમજીએ છીએ કે નાના છોકરા રડતા ન રહે તે વખતે માતાની શી વલે થાય છે? વૈદ્યો, ડોસીઓ, જતિઓ, જોગીએ જે કઈ મળે તે દેરાં ને ધાગા, દવા વિગેરે કરે પણ છોકરો છાને જ ના રહે ત્યાં શું થાય?
છોકરે પણ કેટલો ભોગ આપે છે? તે વખતે પોતાના મોઢામાં સાકર જ મૂકી હશે? કડવા પદાર્થને ઉપયોગ નહીં થયો હોય? છતાં પણ પિતાનું સાધ્ય છેકરાએ છોડયું નહિ. તમારે કડવું તે દૂર રહ્યું પણ મહિનો છ મહિના આંબેલ કરવાને તે નિયમ કરો. નાનું બન્યું દીક્ષા માટે શરીરનો ભોગ આપે છે, તેમાં શરીરની શી દશા થાય? કડવા કાઢા કેવા પીવડાવાય છે, તે તમારી ધ્યાન બહાર નથી. માતા