________________
પ્રવચન ૧૦૭ મું
|| ૧૪૩
જિનેશ્વરનું વચન સાંભળતી હોય તે વખતે ગર્ભમાં રહેલ જીવને તે શબ્દો ખ્યાલમાં આવે ને ધર્મની ઈચ્છા થાય, તે ધર્મ, પુણ્ય અને સુખની ઈચ્છાવાળે કાળ કરે તે દેવલોક જાય. આ ઉપરથી આપણે સમજી શકીશું કે-કમને હલે થવાની સામે થવાની કોઈ પણ પ્રકારે શાસ્ત્રકારો ના પાડે નહિં, તેમ જ તેને ઉપદેશ પણ આપે નહિં, આત્મા ઉપર આવતા કર્મના હલ્લાથી બચે તે આત્મા પોતાની મેળે જ બચે છે. એથી કોઈ બચાવી શકે તેમ નથી. આ વાતને શાસ્ત્રકાર કબૂલ કરે છે, તે આઠ વરસ પહેલા દીક્ષા ન હોય, ૧૬ વરસ પહેલાં રજા વગર દીક્ષા ન હોય, તે આ બે વાતે કેમ શાસ્ત્રકારોએ નક્કી કરી? આ બે વાતે પરસ્પર વિરૂદ્ધ છે, ચાહે તે જન્માષ્ટમ પછીની દીક્ષા હોય પણ જે દીક્ષાના નિયમે માન્યા છે, જે આત્મા આવી સ્થિતિએ ન પહોંચ્યા હોય તેને માટે કર્મની સામા થવા માટે પ્રતિબંધ કઈ રીતને હોય? અનાદરથી બોલાયેલ દીક્ષા શબ્દ સાંભળી જ કેવી રીતે
પ્રવજ્યા પામ્યા ? વાસ્વામી જમ્યા અને તરત જ એકઠી થએલી પાડે શણએ શી વાત કરી, એ જ કે ચારિત્રને ચકડોળે ચડાવવાની, ચારિત્રની અનુમેદનાની વાત નહીં. કઈ વાત? એના બાપે દીક્ષા ન લીધી હતે તે અત્યારે કે મહોત્સવ થતે? આ પાપના પીયરમાં પડેલી પાડોશણે કઈ દષ્ટિએ કહે છે. એના બાપે દીક્ષા લીધી ને આજે દુનિયાદારીને ઓચ્છવ ન થયા, તેમાં પાડોશણને દુઃખ થયું. “તારૂં સદાવડું જાય પણ મને મારા પૈસે મળવું જોઈએ. ધનગિરિના ચારિત્રને ચકડોલે ચડાવ્યું. કમની સત્તામાં ફસાએલા આ જ કરી શકે છે.
એક મરેલા ઢોરના ચામડાના ઢેલના શબ્દો સાંભળવા ? ઢાલના શબ્દો સાંભળવા તેના સુખ આગળ દીક્ષાને દહન કરનાર આવી પાડોશણને પાપના પિયરમાં પડેલી ન કહેવી તે કેવી કહેવી? ડુંગર પર લાય સળગતી હોય તે તે લાયથી બચવા નાસત, ભૂલે પડેલ વટેમારું રસ્તે પકડી લે. એવી રીતે પાડોશણે તે પાપના પોટલા આધીને એક પૈસાભાર ગોળ અને પઇભાર ધાણુ અથવા મરેલા ઢોરના