________________
૧૩૮ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
ચીજ એ પણ આપણી માલિકીની, કબજાની હોઈ શકે છે. ચીજ કોણે ઉત્પન્ન કરી. કુંભારે ઘડો, સાલવીએ લુગડું, સનીએ ઘરેણું એ બધું આપણે પૈસા આપી લીધું તે માલિક આપણે, કારણ કે આપણા કબજામાં છે. હતી ચીજ બીજાની પણ ખરીદી લીધી તેથી આપણી થઈ. તેવી રીતે આત્માની માલિકીની હોય છતાં ચીજ પારકી હવાનો સંબંધ છે. જેમ કપડું, ઘડો, ઘરેણું જણાવ્યા તેમ સમ્યગુદર્શન તીર્થકરોએ ઉત્પન્ન કર્યું. તમે ભક્તિરૂપી પેસો દઈને લીધું, ગુરૂએ સમ્યગદર્શન ઉત્પન્ન કર્યું અને સેવા દ્વારા એ તમે લીધું. ધર્મ આરાધના દ્વારા એ દર્શન લીધું. આવું સમ્યગદર્શન હોય તે માલિકી–કબજે કહેવામાં વાંધો નથી, પણ શાસ્ત્રકાર કહે છે કે સમ્યગ્ગદર્શન જગતના ચૌદરાજ લેકના જીવ એકઠા થાય તો પણ કેઈના આત્મામાં કઈ સગુ નિપજાવી શકતે નથી ને આપી શકતું નથી. સમ્યગુદર્શનની માલિકી વિચારી પણ ઉત્પત્તિ ન વિચારી. એને ઉત્પન્ન કરનાર કોણ એ સવાલ વિચાર્યો જ નથી. પહેલા વસ્તુની ઉત્પત્તિ વિચારાય પછી જ માલિકી અને કબજાને વિચાર કરાય. હીરાના, મેતીના કે સેનાના વેપારીઓ તેનું પાણી કે તેજના પરીક્ષા કરવા જાય પણ આ તેજ કે પાણી કેણે ઉત્પન્ન કર્યું, તેને વિચાર કેઈ ઝવેરીએ કે કઈ ચોકસીએ કર્યો? એક જ કારણ કોઈએ તે ઉત્પન્ન કરી હીરામાં, મોતીમાં નાખ્યું નથી. કોઈએ ઝળકાટ ઉત્પન્ન કરી સોનામાં નાખ્યું નથી. હીરા, મોતી, સોનામાં સ્વભાવે પાણી, તેજ કે ઝળકાટ છે. તેવી રીતે આત્મામાં સ્વભાવે જ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર રહેલું છે. જે વસ્તુ બહાર ઉત્પન્ન થતી નથી, બહાર મળતી નથી, તેવી ચીજ માટે આ કેણે ઉપજાવ્યું, કયાં નીપજ્યું એ વિચારવાની જરૂર રહેતી નથી. સીધું વિચારો કે જીવન જ્ઞાનાદિક કેઈએ નીપજાવ્યા નથી.
આત્માને માલિકી હક્ક વાલી કે રાજ્યને ?
મારા જીવને કેાઈ ધણી નથી. હું કેઈના કબજાની ચીજ નથી. લોક અને શાસ્ત્રકારો ૧૬ થી ૧૮ વરસની ઉંમર સુધી કબજે અને માલિકી માને છે, કાયદે ૧૮ વરસ સુધી માને છે. બાળકના ઉપર માલિકી, કબજે એના વડીલોને ગણે છે. મારો જીવ કેઈના તાબામાં