________________
પ્રવચન ૧૦૬ મું
| [ ૧૩૭
જિદગીની ભાવદયાને મૂકીને દુનિયાની દ્રવ્યદયાને વધારે ગણે, તે તે તિયચને લાયક થાય તે કઈ સ્થિતિમાં જાય. ત્રણ દિવસની ભાવદયાના ભોગે દ્રવ્યદયામાં ગયે તે આ સ્થિતિએ પહોંચે તે જિંદગીની ભાવદયાને છેડે તે માઠી વલે થાય. છેવટે કઈ સ્થિતિમાં જાય તેને શું નિર્ણય મુદ્રાલેખ ઝાંખે પડે ન જોઈએ, ભુંસાવો ન જોઈએ, તેમ ઉલટાવો ન જોઈએ. પાપભીરપણું એ આસ્તિકતાનું સ્થાન, છતાં પાપથી ન ડરે તેને ધર્મિષ્ટ કહી દે ને પાપથી ડરતે હોય, પાપ ન કરતે હાય પૂરો આસ્તિક હોય, તેને પાપી કહી દે તે અપ્રીતિ થાય. તે આ ઉપરથી આ જગતમાં જે પદાર્થ ઈષ્ટ હોય તેના જૂઠા શબ્દો રાજી કરનારા થાય છે, અનિષ્ટ પદાર્થો નારાજ કરનારા થાય છે. ધર્મિષ્ઠ ન હોય તે ધર્મિણ કહેવામાં આવે તે ખૂશ થાય છે. જગત માત્રને ધર્મ ઈષ્ટ છે, પાપ અનિષ્ટ છે, પણ તે માત્ર શબ્દથી, પદાર્થથી નથી. પદાર્થથી ઈષ્ટ કયારે હય? ધર્મનું, પાપનું સ્વરૂપ કિમત ફળ જાણે ત્યારે જ પદાર્થથી ધર્મ ઈષ્ટ, પાપ અનિષ્ટ પદાર્થ કહેવાય? તેટલા માટે ધર્મપાપનું સ્વરૂપ તે સમજવા જોઈએ. તે કેવી રીતે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૦૭ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૭ ગુરૂવાર મુંબઇબંદર
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ જણાવી ગયા કે—ધર્મ એ ચીજ આત્માની માલિકીની છે. કોઈ દિવસ શાસ્ત્રકારો સમ્યગદર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્ર એ અજીવમાં માનતા નથી. એ ત્રણેને સ્વામી કોણ? કહે કે સ્થિતિની કાયદાની કે ઉત્પન્ન કરનારની અપેક્ષાએ માલિક કેવળ આત્મા જ છે. આત્મા સિવાય કેઈ અજીવ પદાર્થ સમ્યગદર્શનાદિના માલિક જ નથી. આ ઉપરથી નિશ્ચિત થશે કે-તે ત્રણ આત્માની જ ચીજ છે. તે તે આત્માએ બહારથી મેળવેલી કે કેઈએ આપેલી કે આત્માના સવભાવરૂપ છે? સમ્યગદર્શન કોઈએ આપેલું નથી. કારણ આપેલી
૧૮