________________
પ્રવચન ૧૦૭ મું
[ ૧૩૯
નથી. આ શાસ્ત્રના સિદ્ધાંતને અને રાજકીય ધારાધોરણને કેવી રીતે મેળવવો?
માબાપની પણ આત્માને અંગે માલિકી નથી. આત્મા ઉપર માબાપ કે રાજ્યને એકેયને કબજે નથી. કદાચ કહેશે કે-આત્મા ઉપર રાજ્યને કબજે છે તે કહેવામાં આવે તે માટે વિચાર થશે કે જે મનુષ્ય જેના નુકશાનને નિવારી શકે નહિં, જે જેના ફાયદાને વધારી શકે નહિં, જે જેના ગુણોને ટકાવી શકે નહિં, એ પોતે માલિક બને અગર કબજો ધરાવનાર બને તે તેના જેવો મૂખ કઈ નહિં.
રાજ્યાધિકાર કેણુ ભેગવી શકે? આ વાત કરું તે પહેલાં એક વાત સમજજો. એક રાજયે પોતાના રાજ્યમાં કાયદો કર્યો કે- ધાડપાડુની સામે કોઈએ ઘા કરવા નહીં, પછી ધાડપાડુને કેણ રોકશે? તમે રોકશે? એ અમારી સત્તાની વાત નથી. આમ કહેનાર રાજ્યને કેવું ગણવું? પોતે ધાડ રોકે નહિં અને પ્રજાકીય મનુષ્યને ફરજ પાડે કે તમારે ધાડ સામું ઘા કરે નહિ. આ રાજ્ય કેવું ગણવું? ખરી રીતે ગોવાળીયા અગર રબારીએ ગાયે, ભેંસ કે બકરાં, ઘેટાં રાખે છે, તેનું રક્ષણ પિતે કરે છે. વાઘ, વરૂ કે દીપડાથી બધાથી બચાવ કરે છે. છતાં તેને શીંગડા જેટલું મળેલું હથીયાર કેઈ ગોવાળીયે કાઢી નાખતું નથી. કેઈ રબારી એવો મૂર્ખ નીકળે કે વાઘ, વરૂ, દીપડાથી રક્ષણ કરી શકે નહિં અને ગાય આદિકના શીંગડા કાપી નાંખે. એ રબારીને કેવો ગણવો? તેવી રીતે અહીં વિચારે કે જે હલ્લાને રોકી કે બચાવી શકે નહિં, તેમાં તેને વચમાં આવવાને હક નથી. આ વાત ન્યાયની ખાતર આપણે નક્કી કરીએ અને માનવી પડે, જે હલ્લાને રોકી કે નાશ કરી શકે નહિં, તે મનુખ્યને હલ્લામાં હથીયાર વાપરનારને રોકી શકાય નહિ અને રોકે તે મૂર્ખ ગણાય. એક મારનારને હાથ પકડે ને બીજે મારનારને ખસેડી ન શકે તે વચ્ચે પડનાર કે ગણાય?
પીકેટીંગ–બોયકોટ અને હડતાલ કોને લાભ કરનાર હતું? . ત્રણ વરસની હીલચાલ તપાસે, હિન્દુને માથે બેયકેટ, હડતાલ,