________________
૧૩૦ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
વખત પરાકને પુણ્યને પાપને ક મુદ્રાલેખ છે તે ભૂલી ગયા. અરે! એ સ્થિતિ આગળ ચલાવે કે-જીરણશેઠની વાત પૂજામાં વાતમાં સાંભળે છે, પણ ઉંડા ઉતરે. છરણશેઠ કોણ? ભગવાન મહાવીરને નિમંત્રણ કરનારે, આજ નિમંત્રણ કર્યું. ગોચરીને વખત સુધી બેઠો. ત્રીજા પહેરની જિનેશ્વરની ગેચરી છે. ન નીકળ્યા તે જાણ્યું કે-ઉપવાસ હશે. ઉપવાસ ભગવાન કહેતા નથી. એમને એમ બેસી રહે છે. ચા પહાર બેસી જાય છે, તો આજ ભગવંતને ઉપવાસ જણાય છે. શાંતિની સ્થિતિ વિચારે. જીવણશેઠ બીજે દહાડે બેઠા. ત્રીજો પહોર પૂરો થયે, ચોથે પહેર થયે, ભગવંત ગોચરી ન નીકળ્યા તે વિચાર્યું કે-છઠ્ઠ જણાય છે. ત્રીજે દહાડે બેઠા, ત્રીજો પહોર ગયે, ગોચરા ન નીકળ્યા તે જાણ્યું કે અઠ્ઠમ જણાય છે. આવી રીતે ચાર મહિના સુધી રોજ ત્રીજા પહોરની ખબર રાખવી, ચોથા પહાર બેઠા પછી ઘેર જઈને ખાવું. તમે “જીરણશેઠજી ભાવના ભાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે” એ શબ્દો પૂજાની ઢાળોમાં બોલે છે તે ભાવના તપાસે. આજકાલની ભાવને કેટલી મુશ્કેલીથી ટકે છે. બીજે દહાડે લાવવાની ભાવના, ના આવ્યા તે પછી ત્રીજે દહાડે લાવવાની ભાવના, એ પ્રમાણે આજે ન આવ્યા તે થે દહાડે, પાંચમે દહાડે તેવી રીતે ચાર મહિના સુધી દરરોજ એ ભાવના ટકવી કેટલી મુશ્કેલ છે? એક દહાડો અર્ધો કલાક બેટી થયા હોઈએ તે સાધુ માટે શું બેલીએ છીએ? જીરણશેઠની ભાવના ખોટી કલ્પના માત્રથી પણ મગજમાં ઠરતી નથી. ગોચરી આવી ગઈ હોય ને તમારે ત્યાં સાધુ ગોચરી ન આવે તે શી દશા થાય છે. આપણી ભાવનામાં માલમ પડશે કે-તે વખત મુનિને મુનિ માનવા કે નહિં. તેમની પાસે પૌષધ કે સામાયક કરવું કે નહિં-એ બધું મનમાં આવે છે ને ભાવના છૂટી જાય છે, એક જ વખતમાં આપણી આ દશા તો એ હિસાબે છરણશેઠની ભાવના જુએ-તપાસ. તમને આશ્ચર્ય થશે કે રણશેઠ કેમ ઉકળ્યા નહિ, અરે ! પણ હતાશ સરખાએ કેમ ન થયા, હતાશ થવાનું તો દૂર રહ્યું પણ ભરા પરિણામવાળા કેમ ન થયા? ન હતાશ, ન ઉકળ્યા, ન કેવી થયા, પણ ચાર મહિના સુધી લાગલમાટે એક સરખા બેઠા ને રેજ સરખી જ ભાવના રહી. એક વખત