________________
પ્રવચન ૧૦૬ મું.
[ ૧૩૩
નહિં. એ તે ઠીક થયું કે શ્રી ગૌતમ ગૌશાળાની માફક જુદા ન પડ્યા, જુદા પડતે તે શું થાત? શું મરો કણબી કંઈ કેડ બાંધત? મારું એ સાચું એ મતમાં ગૌતમની માન્યતા ન હતી, પણ સાચું એ મારું એ મતમાં જ છે. એટલે વીતરાગ મહાવીરને જ ગણીએ. મરવા સૂતેલા કણબીનું સાચું હતું ને પિતાની ભૂજા જેવા શાસનના નેતા તેમનું લગીર ફેરવાળું હતું, ત્યાં પક્ષપાત નહીં કરતાં ફેરવાળું કહી દીધું. જે સત્યને સમજવાવાળો હોય તે દેખે. જેને શાસન ધ્યાનમાં ન લેવું હોય તે તેને હું કહું તે સાચું એ માનવાનું રહ્યું. આ ગૌતમ ને આપણી દશામાં આસમાન જમીનને ફેર. મારે આત્મા જુઠામાં જકડાઈ જવાને હિતે. તે આ મહાપુરૂષે સત્યનું અમૃત આપી બચાવ્યું. આ વિચાર ન આવે ત્યાં સુધી બધું નકામું.
બળાત્કારે કરાયેલાં તપથી લાભ થાય. આપણે એક મુદ્રાલેખ રાખ્યો છે. પરલોક પુણ્ય ને પાપ એ મુદ્રાલેખ સમજ. ધર્મમાં એક ઉપવાસ કર્યો હોય કદી તે દહાડે તરસ લાગી તે કઈ સ્થિતિમાં જઈએ. મારી નાખ્યા, આ તપસ્યા આવી કઠણ, માબાપ આવા, ગુરૂએ પણ સમજ્યા વગર પચ્ચક્ખાણ ઠપકાયું. એક ઉપવાસમાં જે કર્મની નિર્જરા થાય છે તેવી નિર્જર અઠ્ઠાઈ કે દશ કરનારને આ નિર્જરા નથી થતી. મને જે સહન કરવું પડે છે તેથી જે કર્મ નિર્જર થાય છે તે અફૂમ કે અઠ્ઠાઈવાળાને થતી હશે કે કેમ? આ ભાવના કેટલી મુશ્કેલ છે? કારણ-એ પેલા મુદ્રાલેખો ભુંસાઈ ગયા છે. ન ભૂંસાયા હોય તે કર્મની નિર્જરા માટે તપસ્યા કરી. બળાત્કારે થતા પાપમાં બંધ માને તે બળાત્કારે થતી તપસ્યામાં બંધને અભાવ માનવ પડે. સતી પિતે શીયળ પાળવા માંગે, તે તોડવા માગતી નથી. બળાત્કારથી કેઈનું શિયળ તોડે તે તે સતી કહેવાય ખરી? ત્યાં સતીપણું ન રહે. તે બળાત્કારે પણ સતીપણું ચાલ્યું જાય તે બળાત્કારે કરેલું તપ અગર સંવર બંધને રોકનારૂં જરૂર થાય.
સ્થૂળભદ્રજીના ભાઈ શ્રીયકકુમાર. તપસ્યા પિરિસી, નકારશી સરખી થતી નથી. કેઈ પણ કારણથી જેનાથી એક નકારશી પણ થતી નથી, તેમને યક્ષા નામની એમની બહેન સાધ્વીએ સંવછરીને